<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

અરવલ્લીના બાયડના સાઠંબા પંથકમાં ડબલ મર્ડર કેસના 2 આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

વર્ષ 2021માં બાયડના સાઠંબા પંથકમાં મહિલા અને બાળકની હત્યા કરીને મૃતદેહને અવાવરું જગ્યાએ ફેંકી દીધા હતા

અરવલ્લીના બાયડના સાઠંબા પંથકમાં ડબલ મર્ડર કેસના 2 આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2021માં બાયડના સાઠંબા પંથકમાં મહિલા અને બાળકની હત્યા કરીને મૃતદેહને અવાવરું જગ્યાએ ફેંકી દીધા હતા

   હત્યા કેસમાં બે આરોપીઓને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2021માં સાઠંબા પોલીસે હત્યા અને એક્ટ્રોસીટી મુજબનો ગુનો નોંધ્યો હતો. કોર્ટે બંને આરોપીઓને આજીવન કારાવાસ ઉપરાંત પચ્ચીસ-પચ્ચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

(11:11 PM IST)