<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું દુઃખદ નિધન

મહેસાણા: કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીનું દુઃખદ નિધન થયું છે, તેઓ કેન્સરની બીમારીથી પીડિત હતા.   સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે તેઓ ખૂબ જ લોકપ્રિય  હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા.

 

તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા. લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા. તેમની આકસ્મિક વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી અત્યારે સવારે ૧૧ કલાકે નીકળશે.

(9:32 AM IST)