News of Tuesday, 4th February 2025
બુધ, ગુરૂ ગુલાબી ઠંડીનો અહેસાસઃ અશોકભાઇ પટેલ
તા. ૪, ૬, ૭ ફેબ્રુઆરીના પવનની ગતિ ૧ર થી રપ કિ.મી.ની રહેશે, તા.૬ થી ૮ છુટાછવાયા વાદળો થશે, તા.૭ થી ૧૦ ન્યુનતમ તાપમાનમાં વધારો થશે, હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન ૧ર થી ૧૪ ડીગ્રી ગણાયઃ તા.૧૦ સુધીની આગાહી આજે કાલે ગુજરાતની બોર્ડરથી પૂર્વ રાજસ્થાનમાં છુટાછવાયા ઝાપટા પડશે

રાજકોટઃ આ અઠવાડીયામાં બે દિવસ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. આગાહીના અંતીમ દીવસોમાં ન્યુનતમ તાપમાનમાં ફરી વધારો થશે. તેમ વેધર એનાલીસ્ટશ્રી અશોકભાઇ પટેલે જણાવેલ છે.
તેઓએ જણાવેલ કે ગત આગાહીમાં તા.૧,રના ઠંડીના ચમકારા અંગે જણાવેલ તેમાં તા.રના ન્યુનતમ તાપમાનની રેન્જ ૧૦.૮ થી ૧૩.૪ ડીગ્રી નોંધાયેલ. તાપમાન ફરી નોર્મલથી વધુ નોંધાયેલ છે. જેમકે અમદાવાદ ૧૭, અમરેલી ૧પ.૮, વડોદરા ૧૬.૮, ડીસા ૧પ.ર આ બધા નોર્મલથી ત્રણ ડીગ્રી વધુ નોંધાયેલ. રાજકોટ ૧પ.૪, ભુજ ૧૩.૮, આ બંને નોર્મલથી એક ડીગ્રી વધુ, હવે ન્યુનતમ નોર્મલ તાપમાન ૧ર થી ૧૪ ડીગ્રી ગણાય.
વેધરએનાલીસ્ટશ્રી અશોકભાઇ પટેલે તા.૩ થી ૧૦ સુધીની આગાહી કરતા જણાવેલ કે પવન મુખ્યત્વે ઉતર પヘમિ, ઉતર અને ઉતર પુર્વ દિશા માંથી ફુંકાશે. તા.૪,૬ અને ૭ ફેબ્રુઆરીના પવનની ગતી ૧ર થી રપ કિ.મી.ની રહેશે. બાકીના દિવસોમાં પવનની ગતી ૮ થી ૧પ કિ.મી.ની રહેશે.
આજે છુટા છવાયા વાદળા તેમજ ફરી તા.૬ થી ૮ ફેબ્રુઆરી દરમ્યાન છુટાછવાયા વાદળાની સંભાવના છે.
આજે કચ્છ અને આજુબાજુના વિસ્તારમાં સામાન્ય ઝાકળની સંભાવના છે.
તા.પ, ૬ ફેબ્રુઆરીના ન્યુનતમ તાપમાન નોર્મલથી નીચું અથવા નોર્મલ નજીક પહોંચી જશે.
તા.૭ થી ૧૦ ફેબ્રુઆરીથી ફરી ન્યુનતમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે. એટલે તાપમાન ફરી નોર્મલથી ઉંચુ આવી જશે.
આજે ઉતર ગુજરાતની બોર્ડરથી પૂર્વ રાજસ્થાનમાં છુટા છવાયા ઝાપટાની શકયતા છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
