<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ગુજરાતમાં લાગૂ થઈ શકે UCC :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી કમિટી અંગે કરી શકે છે જાહેરાત

આ માટે કમિટિની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે:કમિટીના નિર્ણયને આધારે UCC લાગૂ કરાશે

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે, આગામી સમયમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે, UCC લાગૂ કરાશે. આ માટે કમિટિની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે. મહત્ત્વનું છે કે, ભાજપ દ્વારા વર્ષ 2022ની ચૂંટણી ઢંઢેરામાં UCC લાગૂ કરશે તેવી જાહેરાત કરી હતી.

સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ, આજે મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ  પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સમાં UCC માટે કમિટિની જાહેરાત થઈ શકે છે. આ કમિટિ UCC અંગે લોકોના સૂચન માટે સૂચન લેશે. આ પછી કમિટીના નિર્ણયને આધારે UCC લાગૂ કરાશે. જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરે છે તે જોવું રહ્યું.

(11:45 AM IST)