News of Tuesday, 4th February 2025
વડોદરામાં બે બુટલેગરો વચ્ચે ખૂની ખેલ :પ્રોહિબિશનના ગુનામાં મારું નામ કેમ આપ્યું ? કહી ચપ્પુના ઘા ઝીંક્યા
સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો: ઇજાગ્રસ્તો અને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના મકરપુરામાં મધરાત્રીએ બે બુટલેગરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. નારાયણનગરમાં બે બુટલેગરો વચ્ચે જૂની અદાવતે એક બુટલેગરે બીજાને ચપ્પુ ઘા ઝીંકી દીધા હતા. જ્યારે મારનાર પણ નશાની હાલતમાં હોય તેને પણ ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તો અને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના મકરપુરામાં બે બુટલેગરો વચ્ચે સોમવારે મોડી રાત્રે કોની ખેલ ખેલાયો હતો. નારાયણ નગરમાં જૂની અદાવતે બે બુટલેગરો આમને સામને આવી ગયા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બુટલેગર હરિઓમ રાજપુત વિરુદ્ધનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની અદાવત રાખીને સોમવારે મોડી રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપુત વચ્ચે મારામારી થઈ હતી. જે મારામારીમાં જતીન રાઠવા હરિઓમ રાજપુતને ઉપરાંત આપણી ચપ્પુના ઘા માર્યા હતા. પેટ ગળાના ભાગે ચાકુના ઘા વાગતા હરિઓમ રાજપુત ઢળી પડ્યો હતો. જ્યારે જતીન રાજપૂતને પણ માર મારવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. હાલ હરિઓમ રાજપુતની હાલત નાજુક હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચાર પાંચ દિવસ અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો. 6 પેટીનો એમાં આરોપી હરિઓમ નામનો વ્યક્તિ હતો અને તપાસમાં બીજા નામ ખોલવામાં આવ્યા હતા. જેમાંથી એક નામ જતીન રાઠવા હતું અને એ અદાવતમાં તે મારું નામ કેમ પોલીસને આપ્યું તે અદાવતે તે નશાની હાલતમાં આવ્યો હતો અને ચપ્પુ વડે છરીના ઘા કર્યા હતા. તુરંત જ પોલીસ ધડ પર પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે એ હરિઓમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. એની સારવાર ચાલી રહી છે અને જે આરોપી છે જતીન રાઠવા એને પણ ઈજા થઈ છે. એ પણ બેહોશ હાલતમાં તો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક ભાઈલાલભાઈએ જણાવ્યું હતું કે, હરિઓમ જે છે દોડતો દોડતો બચાવો બચાવોની બૂમો મારતો મારતો આવ્યો હતો. અમે બધા ઊભા થયા હતા. ત્યારે અંદરો અંદર મગજમારી થઈ રહી હતી અને અચાનક તે નીચે પડી ગયો હતો એને ચપ્પુ માર્યું હતું.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
