News of Tuesday, 4th February 2025
રાજલ બારોટ લગ્નના બંધનમાં બંધાશે : હલ્દી સેરેમનીમાં મન ભરીને ઝૂમી
લગ્ન પહેલા રાજલ બારોટ અને અલ્પેશ બાંભણિયાની હલ્દી સેરેમની યોજાઈ હતી.

અમદાવાદ :સિંગર રાજલ બારોટના આજે લગ્ન છે. આજે રાજલ બારોટ યુવા નેતા અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે લગ્ન પહેલા રાજલ બારોટ અને અલ્પેશ બાંભણિયાની હલ્દી સેરેમની યોજાઈ હતી. રાજલ બારોટ ગુજરાતના જાણિતા સિંગર સ્વ. મણિરાજ બારોટના દીકરી છે.
ગત 20 મે મહિનામાં અલ્પેશ બાંભણિયા સાથે રાજલ બારોટની સગાઈ થઈ હતી. સિંગલ રાજલ બારોટ આજે અલ્પેશ બાંભણિયા સાથે સાત ફેરા લેશે. લગ્ન પહેલા હલ્દી સેરેમની યોજાઈ હતી. જેમાં વીડિયો વાયરલ થયા છે. હલ્દી સેરેમનીમાં સિંગર કિંજલ દવેએ પણ હાજરી આપી હતી. પરિવાર, સગા સંબંધી અને મિત્રો સાથે રાજલ બારોટ હલ્દી સેરેમનીમાં ડાન્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે અનેક સભ્યો તેને હલ્દી લગાવી રહ્યા છે.
રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત છે. તેઓ ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજસેવક છે. તેઓ ઉના પાલિકાના કાઉન્સિર તરીકે પણ ચુંટાઈ આવ્યા છે. અલ્પેશ બાંભણિયા અનેકવાર રાજલ બારોટના ગરબાના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
