News of Tuesday, 4th February 2025
વડોદરામાંથી પ્રયાગરાજની પ્રથમ ST બસનું પ્રસ્થાન : મહાકુંભમાં શ્રધ્ધાની ડૂબકી લગાવવા ભક્તો આતુર
શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવાયો

વડોદરા શહેરમાંથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે આજે પ્રથમ વોલ્વો બસને એસટી ડેપો ખાતેથી પ્રસ્થાન કરાવાઈ હતી. પ્રથમ બસમાં 39 મુસાફરો પ્રયાગરાજ જશે. ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવાયો હતો.
વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે પ્રથમ વોલ્વો બસનું એસટી ડેપો ખાતેથી પ્રસ્થાન થયું હતું. હર હર મહાદેવના નાદ સાથે શરુઆત કરાઈ હતી. વોલ્વો બસમાં અગાઉ થી ઓનલાઇન બુકીંગ શરૂ થયું હતું. એક નાઈટ શિવપુરી, એક નાઈટ પ્રયાગરાજમાં હોલ્ટ કરશે. પ્રથમ બસમાં 39 મુસાફરો પ્રયાગરાજ જશે. બસમાં એક સુપરવાઈઝર રાખવામાં આવ્યા છે.
વડોદરાથી મહાકુંભનું પેકેજ રૂપિયા 8,200 નક્કી કરાયું છે. જેમાં તમામ વયવસ્થા ST વિભાગ દ્વારા કરવામાં આવશે. મુસાફરોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બસ દરરોજ સવારે 6 વાગ્યે સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડથી પ્રસ્થાન થશે. આજે પ્રથમ બસને શહેર પ્રમુખ વિજય શાહએ ફેલગ ઓફ કરી બસને કરી રવાના કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સમગ્ર દેશભરમાંથી ભક્તો આવે છે. ત્યારે ગુજરાત ST અને ટુરિઝમ વિભાગ દ્વારા પણ હવે વડોદરાથી પણ વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરાથી પ્રસ્થાન થનાર બસના સમયપત્રક મુજબ વોલ્વો બસ દિવસ એક બસ સવારે 6:00 કલાકે વડોદરા બસ સ્ટેન્ડથી પ્રસ્થાન થશે. જ્યારે સાંજે 8:00 કલાકે આ બસ શિવપુરી એમપી પહોંચશે. દિવસ બે, સવારે 6:00 કલાકે શિવપુરી એમપીથી પ્રસ્થાન થશે અને સાંજે 6:00 કલાકે પ્રયાગરાજ આગમન થશે.
દિવસ બેના આગમનથી દિવસ ત્રણ ના પ્રસ્થાન સુધી પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આરક્ષિત પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. દિવસ ત્રણ બપોરે 1:00 કલાકે પ્રયાગરાજથી પ્રસ્થાન અને રાત્રે 12:00 કલાકે બસ શિવપુરી એમપી પહોંચશે. દિવસ 4 સવારે 6:00 કલાકે શિવપુરી એમપીથી પ્રસ્થાન અને સાંજે 9 કલાકે વડોદરા પરત ફરશે. વડોદરાથી ઉપડનાર વોલ્વો બસનું ભાડું 8,200 નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે વડોદરા ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી એમપી મુકામે કરવામાં આવનાર છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
