News of Tuesday, 4th February 2025
1998ની બેચના IPS અને ઝાંબાઝ સિનિયર પોલીસ અધિકારી એવા અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું
કરાઈ પોલીસ તાલીમ શાળામાં સેવા આપી રહેલા અભય ચુડાસમા ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા.

ગાંધીનગર :1998ની બેચના IPS અને સિનિયર પોલીસ અધિકારી એવા અભય ચુડાસમાએ રાજીનામું આપ્યાના સમાચાર સામે આવ્યા છે. હાલમાં કરાઈ પોલીસ તાલીમ શાળામાં સેવા આપી રહેલા અભય ચુડાસમા ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા.
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે. અગાઉ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા ઉપસ્થિત રહી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ સમાજસેવાના કાર્યોમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. જો કે તેઓ રાજનીતિમાં જોડાશે તેવી અટકળો તેમણે નકારી હતી.
મહત્ત્વનું છે કે, આ પહેલાં એક કાર્યક્રમમાં સંબોધતા તેમણે કહ્યું કે, થોડાક સમય પહેલાં સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં અભય ચુડાસમા રાજકારણમાં આવશે. રાજીનામું આપશે અને નિવૃતિ પછી આ કામ કરશે. આજે નવું એ છે કે, અભય ચુડાસમા ક્યારેય રાજકારણમાં જશે નહીં. નિવૃત્તિ પછી અભય ચુડાસમા ફક્ત સમાજમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિ સિવાય કોઈ કામ કરશે નહીં. બધા જીઆરસીઓમાં ફરશું. બધાને જે સગવડો જોઈશે તે ક્યાં શું ઘટે છે એ કરીશું. ગામે ગામ ફરી અને વિદ્યાર્થીઓને ઓળખીશું એમને બહાર લાવીશું.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
