<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

વડોદરાના ગોત્રી વિસ્તારમાં કોમન પ્લોટમાં રમતી દોઢ વર્ષની બાળકીને અડફેટે લેનાર કારચાલક દેવાંશ ઝડપાયો

કુંજ સોસાયટીના કોમન પ્લોટમાં રમતી દોઢ વર્ષની એક બાળકીને અડફેટમાં લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું

વડોદરા શહેરમાં અકસ્માતની ઘટનામાં ચાર વર્ષીય માસુમ બાળકીનું મોત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં આવેલી કુંજ સોસાયટીના કોમન પ્લોટમાં રમતી દોઢ વર્ષની એક બાળકીને અડફેટમાં લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રમતી બાળકીને કારચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. માત્રી કુંજ સોસાયટીના કોમન પ્લોટમાં રમતી દોઢ વર્ષની રીતિકાને કાર ચાલકે અડફેટે લઈ ચાર ફૂટ સુધી ઘસડી હતી. રીતિકા અને તેના ભાઈ બહેન સોસાયટીના કોમન પ્લોટમાં રમી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. કારચાલક દેવાંશ પૂરપાટ ઝડપે કારચલાવીને રિતિકાને અડફેટે લીધી હતી. સર્જાયેલા અકસ્માતમાં દોઢ વર્ષની રીતિકા અને માથા ખભા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ તુરંત પરિવારજનોએ બાળકીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. બાળકીના પિતા અને પરિવાર સોસાયટીમાં કડિયા કામ કરવા માટે આવ્યો હતો. જ્યારે અકસ્માતને પગલે ગોરવા પોલીસે કારચાલક દેવાંશ શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(1:19 PM IST)