<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ભાણવડમાં મંત્રીના દબાણથી લોકતંત્રની હત્‍યા : ઇસુદાન ગઢવી

પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબુત હોવાથી ભાજપ અને ચૂંટણી અધિકારીની મિલીભગતથી ફોર્મ રદ કર્યા : અમે હાઇકોર્ટમાં જઇશુ : ચૂંટણી કમિશ્‍નરને ફરીયાદ કરીશું

 

તસ્‍વીરમાં ભાણવડ પાલિકાના ફોર્મ મુદ્દે પત્રકાર પરિષદ સંબોધતા ઇસુદાન ગઢવી તથા આગેવાનો અને ભાણવડમાં અધિકારીને રજૂઆત કરતા ‘‘આપ''ના હોદ્દેદારો નજરે પડે છે. (તસ્‍વીરઃ કૌશલ સવજાણી, ખંભાળીયા)

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૪ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને લીગલ સેલ પ્રદેશ અધ્‍યક્ષ પ્રણવ ઠક્કરે એક મહત્‍વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી. આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પ્રદેશ અધ્‍યક્ષ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, ભાજપે સ્‍થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં પણ ગરબડ કરી છે અને અમે પુરાવા સાથે વાત કરી રહ્યા છીએ. દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ અને ચૂંટણી આયોગના કેટલાક લોકો મળીને કામ કરે છે. ભાણવડ નગરપાલિકાના કિસ્‍સા વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ. ભાણવડમાં ભાજપ ઈચ્‍છી રહ્યું હતું કે કોઈપણ રીતે તેના વિરોધમાં કોઈ ઉમેદવારો ભા ના કરે. તેમને ખ્‍યાલ આવી ગયો કે ભાણવડમાં તેમની નગરપાલિકા બની શકે તેમ નથી તો તેમને કોંગ્રેસના લોકોને જોઈન્‍ટ કરાવ્‍યા, આમ આદમી પાર્ટીના સભ્‍યોને ડરાવ્‍યા અને ધમકાવ્‍યા. હું કોઈ એક વ્‍યક્‍તિ પર કયારેય પર્સનલ આરોપ લગાવતો નથી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક મંત્રીના દબાણમાં એક ય્‍બ્‍એ સદંતર લોકતંત્રની હત્‍યા કરી છે.

ગતરોજ એક મેસેજ વાયરલ થયો કે આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય પક્ષ અને રાજ્‍ય પક્ષને લઈને કેટલીક ભૂલો છે. પરંતુ ચૂંટણી પંચના ખુલાસો જોશો તો તેમાં માન્‍ય પક્ષ અને અમન્‍ય પક્ષ વિશે વાત કરવામાં આવી છે. છોટાઉદેપુર, સાણંદ અને ગઢડાની જે વાંધા અરજીઓ આવી તે તમામે અમને અને લેખિતમાં વાંધા અરજી આપી અને ખુલાસા માટે ટાઈમ આપ્‍યો. ત્‍યારબાદ અમારા લીગલ ટીમના સભ્‍યોએ તમામ પુરાવાઓ રજૂ કર્યા અને ત્‍યારબાદ અમારી અરજીઓ સ્‍વીકાર કરવામાં આવી. પરંતુ ભાણવડમાં ય્‍બ્‍ દ્વારા લોકતંત્રની સરેઆમ હત્‍યા કરવામાં આવી. કલેકટર અને ચૂંટણી નિરીક્ષક ફક્‍ત જોતા રહ્યા.

પહેલા સ્‍ક્રુટીની સમયે કોઈપણ વિવાદ ન હતો, પરંતુ મંત્રીના પુત્રએ ત્‍યાં જઈને ય્‍બ્‍ને ડરાવ્‍યા. જેના કારણે ય્‍બ્‍એ અમારા ઉમેદવારો ઓફિસ છોડી ગયા તેના બાદ ફોર્મમાં વાંધો નીકાળીને ફોર્મને રદ કરવામાં આવ્‍યો. બીજી નગરપાલિકાઓમાં ય્‍બ્‍એ જે રીતે ખુલાસા માંગ્‍યા શું ભાણવડના ય્‍બ્‍ તેવા ખુલાસા નહતા માંગી શકતા? તેનો મતલબ સ્‍પષ્ટ છે કે તમામ આઠ ઉમેદવારના ફોર્મ મંત્રીના દબાણના કારણે રદ થયા છે. ભાણવડમાં આમ આદમી પાર્ટી એટલી મજબૂત હતી કે અમને ઉમેદવાર નક્કી કરવામાં તકલીફ પડી હતી એટલા બધા યોગ્‍ય ઉમેદવારો હતા. કોઈપણ રીતે ભાજપની નગરપાલિકા બને તેવી સ્‍થિતિ ન હતી.

આ ઘટના બાદ મેં પોતે ય્‍બ્‍ સાથે વાત કરી અને પૂછયું કે શું તમારી પાસે રેર્કોડિંગ છે? કારણ કે વાંધા અરજીનું રેર્કોડિંગ કરવાનું હોય. વાંધાઅરજી આપવાની અને જવાબ લેવાની જે પણ કામગીરી કરવાની હતી તે કોઈ કામગીરી કરવામાં આવી નથી અને તેમણે લેખિતમાં લખ્‍યું છે કે વાંધાઅરજીનો નાશ પણ કરવામાં આવ્‍યો છે. વધુ એક બહેન જેમણે ઉમેદવારી પત્ર કર્યું હતું અને તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા, તો ગઈકાલે રાત્રે તેમનું ઘર ખાલી કરાવ્‍યું. મારું માનવું એમ છે કે ૬૬ નગરપાલિકાઓમાં શા માટે ચૂંટણી જાહેર કરી છે? જો તમે લોકો રાજાશાહીમાં જ માનતા હોય તો ચૂંટણી શા માટે જાહેર કરો છો? આમ પણ બે વર્ષથી તમે ચૂંટણી થવા દીધી નથી.

આ મામલે અમે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ અને ચૂંટણી આયોગમાં પણ હું ફરિયાદ કરવા જઈ રહ્યો છું. અમારું સ્‍પષ્ટ પણે માનવું છે કે ધાક ધમકીઓ આપીને દબાણ કરીને એક ગુનાહિત કામ કરવામાં આવ્‍યું છે. હું ગુજરાતની જનતાને અને ખાસ કરીને ભાણવડની જનતાને કહેવા માંગીશ કે ભાજપ બિનહરીફ બનીને ગેરકાયદેસર રીતે જીતવા માંગે છે અને આ ભાજપના લોકો કંસના વંશજ છે. આ લોકો કોઈના સગા નથી અને ફક્‍ત પ્રાઇવેટ કંપનીની જેમ પોતાની પાર્ટી ચલાવે છે. તો જો તમે કયારેય પણ ભાજપના બટનને દબાવતા નહીં અને જો દબાવશો તો તમે કંસને મજબુત કરશો અને તે લોકો તમારા અને મારા વંશને ખતમ કરી નાખશે અને લોકતંત્રને ખતમ કરી નાખશે.(૯.ર૧)

રોજકામ

ભાણવડ નગરપાલિકા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૫ અન્‍વયે અત્રેથી તા.૨૭/૦૧/૨૦૨૫ના રોજ વોર્ડ નં.(૨)ની ચૂંટણીની જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ તે મુજબ તા.૨૭/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૨/૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) કચેરી સમય શરૂ થવાના સમયથી ૩-૦૦ વાગ્‍યા સુધીમાં સુધીમાં વોર્ડ નં-(૨)ની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલ, જે અન્‍વયે વોર્ડ નં-(૨)માં કુલ-૦૮ ઉમેદવારી પત્રો રજુ થયેલ. આ ઉમેદવારી પત્રો રજુ કરનાર વોર્ડ નં-(૨)ના ઉમેદવારોને ફોર્મ સ્‍વીકારતી વખતે અત્રેનાં પત્ર નં.ચટણ/નપલ/ફોર્મચકાસણી/૨૭૦૧/૨૦૨૫, તા.૨૭/૧/૨૦૨૫ તથા ઉમેદવારી ફોર્મની ઉમેદવારને આપવાની પહોંચમાં જણાવેલ વિગતે જાણ કર્યા મુજબ આજ રોજ આ ઉમેદવારી પત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ.

ઉપરની વિગતે હાજર રહેલ ઉમેદવારોની હાજરીમાં વોર્ડ નં-(૨)ના ક્રમ મુજબ રજુ થયેલ ઉમેદવારી ફોર્મની વિગતે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી, ઉમેદવારી ફોર્મની ચકાસણી અંગેનો નિર્ણય નીચે મુજબ છે.

(3:40 PM IST)