<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

બજેટ પ્રશંસાને પાત્ર છે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા આવકાર્ય

અમદાવાદ, તા.૪: કેન્‍દ્ર સરકારના બજેટ ૨૦૨૪/૨૫ માટેનો ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનનો પ્રતિભાવ... સરકારે આ બજેટને વિકાસલક્ષી કહી શકાય તે માટે અનેક જાહેરાતો કરી છે. વધુમાં અનેક વર્ષો પછી ઇન્‍કમટેકસના રેટમાં ખાસી વધુ રાહત પણ આપી છે.

અનેક નિયમ પાલનમાં પણ મુશ્‍કેલીમાં રાહત મળે તે પણ વિચારવામાં આવેલ છે.

ગુજરાત ટ્રેડર્સ વતી આ પોઝીટીવ અભિગમને આવકારવામાં આવે છે. વેપારી વર્ગની મોટા ભાગની અપેક્ષાઓને સંતોષ આપવાનો પ્રયત્‍ન પણ દેખાઇ આવે છે. આ બજેટ થઇ અસંગઠીત ક્ષેત્રને અને નોકરીયાત વર્ગને રાહત મળશે....બજેટ પ્રશંસાપાત્ર છે. તેમ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્‍દ્ર તન્‍નાની યાદી જણાવે છે

(3:55 PM IST)