<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

દક્ષિણ આફ્રિકામાં પૂ.મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે બીએપીએસ સ્‍વામીનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્‍ઠા વિધી

દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્‍દુ મંદિરનો ૧૨ દિવસીય કાર્યક્રમ ‘‘ફેસ્‍ટીવલ ઓફ હોપ એન્‍ડ યુનિટ'' સાથે પ્રારંભ

રાજકોટ,તા.૪ :  ભારત અને દક્ષિણ આફ્રિકા દેશ વચ્‍ચે છેલ્લી દોઢ સદીથી વધુ જૂના સાંસ્‍કળતિક, વ્‍યાપારિક અને આર્થિક સંબંધો રહેલાં છે. આ સંબંધોમાં વધુ એક સુવર્ણ પળષ્ઠ ઉમેરાયું છે. વસંતપંચમીના પવિત્ર દિવસે બી.એ.પી.એસ. સંસ્‍થાના વડા પરમ પૂજ્‍ય મહંતસ્‍વામી મહારાજના વરદ હસ્‍તે દક્ષિણ આફ્રિકા દેશની આર્થિક રાજધાની જોહનિસબર્ગમાં સાડા ૧૪ એકરની વિશાળ ભૂમિ પર BAPS હિન્‍દુ મંદિર અને સાંસ્‍કળતિક સંકુલના પ્રથમ ચરણમાં સ્‍વામિનારાયણ હવેલીનું ઉદ્ધાટન અને મૂર્તિપ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો હતો.

 ભારતથી અનેક વર્ષોથી, હજારો કિલોમીટર દૂર, દક્ષિણ ગોળાર્ધમાં વસતા ભારતીય મૂળના સનાતનીઓ માટે આ એક ગૌરવપ્રદ ઘટના હતી. આ નિમિત્તે બી.એ.પી.એસ દ્વારા આયોજીત ૧૨ દિવસીય મંદિર મહોત્‍સવ આશા અને એકતાનું પ્રતિક બની રહેશે.

 ઉદ્ધાટિત થયેલ સ્‍વામિનારાયણ હવેલી ભારતીય વાસ્‍તુકલા અને કાષ્ઠકળાનો સુંદર નમૂનો છે. આ હવેલીમાં આવેલ ભવ્‍ય સભામંડપો ભારતીય સાહિત્‍ય, કળા અને અધ્‍યાત્‍મને પોષણ આપશે. આ પરિસરના ૨૬ થી વધુ વર્ગખંડો ગુજરાતી, હિન્‍દી અને સંસ્‍કળત જેવી ભારતીય ભાષાઓ, કથ્‍થક, ભારત નાટયમ્‌, કુચિપૂડી જેવા પરંપરાગત નળત્‍યો, તબલાં - હાર્મોનિયમ, સંતુર, વાંસળી જેવા વાદ્યો શીખવવા માટે ઉપયોગમાં લેવાશે જે આવનારી પેઢીને ભારતીય સંસ્‍કળતિ સાથે જોડેલા રાખશે.

 આ પરિસરમાં દર્શનાર્થીઓ શાયોના ઉપાહાર ગળહમાં ભારતના વિવિધ પ્રાંત સહિત અન્‍ય સાત્‍વિક અને સ્‍વાદિષ્ટ ભોજનનો આસ્‍વાદ માણી શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. નવી પેઢી અધ્‍યાત્‍મ સાથે આનંદ પણ પ્રાપ્ત કરે તે માટે સુંદર લાઈબ્રેરી અને ઈન ડોર જીમની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. પોણા નવ એકરથી વધુ બાંધકામ (બિલ્‍ટ અપ સ્‍પેસ) તેની ભવ્‍યતા જણાવે છે. સંસ્‍થા દ્વારા પરિસરમાં ૧૦૦ થી વધુ સઘન વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું છે અને ૧૦ લાખથી વધુ લોકોને ભોજન (મિલિયન મિલ્‍સ) સહાયની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.

 આ પ્રસંગે દક્ષિણ આફ્રિકા દેશના ડેપ્‍યુટી પ્રેસિડેન્‍ટ પૌલ માશાટીલે પણ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ૯૨ વર્ષની જૈફ વયે દક્ષિણ આફ્રિકા પધારી સુંદર સાંસ્‍કળતિક સંકુલની ભેટ આપવા બદલ સમગ્ર દેશ વતી આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

 સંકુલમાં સનાતન ધર્મના ભગવત્‍સ્‍વરૂપો ભગવાન શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન શ્રી રાધાકળષ્‍ણ, ભગવાન શ્રી ઉમા-મહેશ્વર, ભગવાન શ્રી સીતારામજી, પત્‍નીઓ શ્રીદેવી - ભૂદેવી સહિત ભગવાન શ્રી શ્રીનિવાસ બાલાજી, ભગવાન શ્રી મુરુગન સ્‍વામી, શ્રી હનુમાનજી - ગણપતિજી અને ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠા વેદમંત્રો દ્વારા ધામધૂમથી કરવામાં આવી હતી.

યોગીજી મહારાજ બાદ પ્રમુખસ્‍વામી મહારાજે આફ્રિકામાં  ૧૪ વખત અને વર્તમાન ગુરુ મહંત સ્‍વામીજીએ બારવાર પધારી ભારતીય સંસ્‍કારો અને મૂલ્‍યો સમગ્ર આફ્રિકામાં દૃઢાવ્‍યા છે. છેલ્લાં નવ દાયકાથી વધુ સમયમાં વિસ્‍તરેલી સત્‍સંગ - સંસ્‍કારની ધારાઓ દક્ષિણ આફ્રિકામાં સાત મંદિરો સહિત કુલ પાંત્રીસ હરિમંદિરો અને નૈરોબી (કેન્‍યા) સ્‍થિત શિખરબદ્ધ મંદિરરૂપે અધ્‍યાત્‍મની ભાગીરથી વહાવી રહ્યા છે અને અનેક નિર્માણાધિન છે.

(3:32 PM IST)