News of Tuesday, 4th February 2025
ગીફટ સીટી ખાતે સેન્સેકસ ડેરિવેટિવ કોન્ટ્રાકટનો પ્રારંભઃરર કલાકનું થશે ટ્રેડિંગ
BSEના વડા સુંદરરામને ફાયદાઓ અંગે માહિતી આપી

અમદાવાદ તા. ૪ :.. ગીફટ સીટી ખાતે ઇન્ટર નેશનલ ફાઇનાન્સીયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફસીએસ) માં સ્થિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ એકસચેંજ (ઇન્ડીયા -આઇએનએકસ) ખાતે યુએસડી-નામાંકિત બીએસઇ સેન્સેકસ ડેરીવેટીવ્ઝમાં ટ્રેકીંગ સોમવારથી શરૂ કરાયું હતું.
આ નવી પ્રોડકટ વૈશ્વિક રોકાણકારોને યુએસ ડોલરમાં બીએસઇ સેન્સેકસ ડેરીવેટીવ્ઝનો વેપાર અને પતાવટ કરવાની મંજૂરી આપશે તેમજ આંતરરાષ્ટ્રીય વેપારીઓ અને રોકાણકારોથી વધુ ભાગીદારીની સુવિધા આપશે.
રર કલાકની ટ્રેડીંગ વીન્ડો સાથે, તેનો ઉદ્્ેશ વૈશ્વિક નાણાંકીય સીસ્ટમ સાથે ભારતના નાણાંકીય બજારના ઉંડા એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલે બીએસઇ સેન્સેકસ ડેરીવેટીવ્ઝ કોન્ટ્રાકટની ઔપચારિક શરૂઆત કરી હતી.
બીએસઇના એમડી અને સીઇઓ સુંદરરામન રામમૂર્તિએ જણાવ્યું હતું કે, બીએસઇ એ એશિયાનું પહેલું એકસચેંન્જ છે અને બીએસઇ સેન્સેકસ એ પ્રથમ માર્કેટ ઇન્ડેકસ છે. ઇન્ડિયા આઇએનએસ ખાતે બીએસઇ સેન્સેકસ ડેરી વેટીઝનું લોંચીગ વૈશ્વિક રોકાણકારો માટે ભારતના બેંચમાર્ક ઇન્ડેકસની પહોંચને વધારવા માટેનું મુખ્ય પગલુ છે. બિનનિવાસી ભારતીઓ સહિતના વિદેશી રોકાણકારોઆ નવી પ્રોડકટ ઓફરમાં ભાગ લઇ શકે છે ઇન્ડીયા આઇએનએકસ પર ટ્રેડીંગના ફાયદાઓ પ્રકાશ પાડતા વિજય કૃષ્ણમૂર્તિ (એમડીઅને સીઇઓ,ઇન્ડિયા આઇએન એકસ) એ જણાવ્યું હતું કે ઇન્ડિયા આઇએનએકસ, ગીફટસીટી આઇ એફ એસ સી ખાતે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એકસચેંજ, તેની પ્રોડકટ ઓફરીંગનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે, જે વૈશ્વિક રોકારકારોને રોકાણની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. આ ઉપરાંત ગીફટ આઇએફએસસીને અગ્રણી વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે સ્થાન અપાવવા માટેની તેની કટીબધ્ધતા દર્શાવે છે.
તેમણે કહયું અહી વેપારીનો ખર્ચ ઓછો છે કારણ કે સિકયોરીટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ લાગુ નથી પડતો અહી કોઇ જએસટી અથવા કેપીટલ ગેઇન ટેક્ષ નથી.આઇએનએકસના પ્રદર્શન વિષે બોલતા અધિકારીએ જણાવ્યું હતું કે છેલિા દોઢ વર્ષમાં અમારૂ ઇન્ડીયા આઇએનએકસ બહુ નિષ્ક્રીય રહયું છે. ભારતના પ૦ કોન્ટ્રાકટરની સરેરાશ આશરે ર૦૦ મીલીયન યુએસ ડોલર હતી. જે અમે તબક્કાવાર કરી છે. હવે અમે સેન્સેકસ ૩૦ માસીક ફયુચર્સ કોન્ટ્રાકટ શરૂ કરી રહયા છીએ અને અમને આશા છે કે તે વધશે.
કૃષ્ણમુર્તિએ જણાવ્યું હતું કે ઇન્ડીયા આઇએનએકસમાં ૬૧ સભ્યો નોંધાયેલા છે. જેમાંથી ૪૪ સક્રિય છે અને તમામ ભારતીય સંસ્થાઓ હતા સેનસેકસ ૩૦ માસીક વાયદાની શરૂઆત સાથે વિદેશી ખેલાડીઓ પણ આવશે એવુ લાગી રહયું છે. (પ-૧૭)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
