<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

બેટ દ્વારકામાં ફરી શરૂ થશે મેગા ડિમોલિશન : હાઈકોર્ટે વકફ બોર્ડ પાસે ધાર્મિક દબાણો પરના પૂરતા પુરાવા ન હોવાથી સ્ટે ઓર્ડર હટાવ્યો : હાઇકોર્ટના ચુકાદા બાદ પોલીસ એકશન મોડમાં

બેટ દ્વારકા તેમજ આજુબાજુના વિસ્તારમાં થોડા સમય પહેલા જ 500થી પણ વધુ મકાનો તેમજ અન્ય ધાર્મિક સ્થળોના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા

અમદાવાદ : બેટ દ્વારકા મેગા ડિમોલિશનમાં ગુજરત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આજે સુનાવણી કરતા વકફ બોર્ડ પાસે ધાર્મિક દબાણો પરના પૂરતા પુરાવા ન હોવાથી સ્ટે ઓર્ડર કોર્ટે હટાવ્યો છે.

દ્વારકા જિલ્લામાં થોડા સમય પહેલા જ બેટ દ્વારકા તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરાયા હતા. 500થી પણ વધુ મકાનો તેમજ અન્ય ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. વકફ બોર્ડ દ્વારા ડિમોલેશન રોકવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટ દ્વારા અરજી ફગાવવામાં આવતાની સાથે જ આજે દ્વારકા પોલીસ દ્વારા ડિમોલેશન કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

આ સમગ્ર મામલે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, વકફ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવામાં આવી છે.બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચર જમીન પર આવેલી મસ્જિદો, મદરેસા અને દરગાહો ધરાશાહી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માંગ સાથે અરજી કરી હતી. અરજી બેટ ભાડેલ મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જો કે કોર્ટે ત્રણ અરજીઓ સહિત કોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી અરજી પણ ફગાવી હતી.

 

(8:06 PM IST)