<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ગુજરાતની 215 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય : કોંગ્રેસને સૌથી મોટો ફટકો

 

અમદાવાદ તા.૪સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભાજપ તરફી 215 બેઠકો બિન હરીફ થઈ ગઈ છે. 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ થઈ છે.

 ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ મામલે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો દાવો કરાયો છે. જી હા...સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભાજપ તરફી 215 બેઠકો બિન હરીફ થઈ ગઈ છે. 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠકો મળી હોવાની વાત સામે આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ, જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે. 

(8:51 PM IST)