News of Tuesday, 4th February 2025
ગુજરાતમાં ૩ દિવસમાં હાર્ટએટેકથી ૬ પુરુષ અને ૧ મહિનાનું મૃત્યુ
હાર્ટ એટેકથી થતા મોતને કારણે પરિવાર તૂટી રહ્યો છેઃકોરોના કાળ બાદ બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે

અમદાવાદ,તા.૪.
હાર્ટએટેકથી ૬ પુરુષ અને ૧ મહિનાનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક ફેલાયો છે. બિપીનભાઈ સિદ્ધપુરા ઉંમર વર્ષ ૫૨, રિદ્ધિબેન ગંગલાણી ઉંમર વર્ષ ૫૧, નારાયણભાઈ ઠુમ્મર ઉંમર વર્ષ ૫૩, હરુભાઈ ભૂરીયા ઉંમર વર્ષ ૫૫, શૈલેષભાઈ બારૈયા ઉંમર વર્ષ ૩૫, બરકતભાઈ દોભાણી ઉંમર વર્ષ ૫૬, રવીન્દ્રભાઇ બહેરા ઉંમર વર્ષ ૫૪નો સમાવેશ થાય છે.
રાજ્યમાં હદયરોગના હુમલાથી લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના કાળ બાદ બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે. હાર્ટ એટેકથી થતા મોતને કારણે પરિવાર તૂટી રહ્યો છે. ત્યારે દ્વારકાના જામખંભાળીયામાં હાર્ટ એટેકથી ૨ના મોત નિપજ્યા છે.
સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું છે. સુરતમાં ૩૦ વર્ષીય ફેશન ડિઝાઈનર યુવક રાતે સૂતા બાદ સવારે ઉઠ્યો હતો અને એકાએક નીચે ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને ત્વરિત સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. ટીંબડી ગામે ૪૦ વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. સામત કરમુર નામના ૫૨ વર્ષીય આધેડનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. હાર્ટ એટેકના બનાવો વધતા લોકો ચિંતિત થયા છે.આ મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. થોડા દિવસો અગાઉ જ રાજકોટમાં જ ૫ વ્યક્તિઓના મોત થયા હતા. આસ્થા સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું મોત નિપજ્યું હતું. તો મયણીનગરમાં રહેતા ૪૬ વર્ષીય મહેન્દ્ર ચૌહાણ અચાનક ઢળી પડતા બેહોશ થઈ ગયા હતા.
બાદમાં હોસ્પિટલ લઈ જતા તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તો બાબરીયા લોકોનીમાં રહેતા ૫૧ વર્ષના હંસાબા જાડેજાને હદયરોગનો હુમલો આવ્યો હતો. બદામાં હોસ્પિટલમાં લઈ જતાં તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ રાજકોટ જેલમાં અંજારના ૫૫ વર્ષીય કેદી હરી લોચાણીને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું હતું.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
