<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

અમદાવાદ: ઈ કોમર્સ વેબસાઈટ હેક કરી 7 કરોડની છેતરપીડીઃ આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણી નવાઇ લાગશે

અમદાવાદ: સિક્યુરીટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઇ કોમર્સ વેબસાઈટ હેક કરીને 7 કરોડની ઠગાઈ કરનાર આરોપીની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ સામે આવતા ક્રાઇમબ્રાન્ચે એક્સિસ બેંકના કરન્સી ચેસ્ટ ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરેની ધરપકડ કરી છે. આરોપી સહદેવ ખોખર આ કૌભાડના મુખ્ય આરોપી વિજય વાઘેલાના સંપર્કમાં હતો.
આરોપી ઓનલાઇન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના યુટીઆર કોડ તેને આપતો હતો. જેનો ઉપયોગ કરીને મેળવેલ રૂપીયા જુગાર રમવા માટે ઉપયોગ કરતો હતો. યુ ટી આર કોડ આપવા બદલ તેને 3 થી 10 ટકા કમિશન આપવામાં આવતું હતું. અત્યાર સુધીમાં આરોપી વિજયએ સહદેવને 6 લાખ રૂપીયા ચુકવ્યા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.

(1:09 AM IST)