News of Wednesday, 5th February 2025
કેન્દ્ર સરકારે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો
અમદાવાદ મહાનગરપાલિકા ઘરદીઠ બે કાપડની થેલી આપશે

અમદાવાદ: કેન્દ્ર સરકારે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરે તેના માટે જનજાગૃતિ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિ થેલી દીઠ રૂ.૩૫થી૩૭ ના ભાવે ૩૩ લાખ જેટલી કાપડની થેલીઓ ખરીદવા માટે રૂ.૧૧.૮૧ કરોડનો ખર્ચ થશે. શહેરમાં આશરે ૧૬ લાખ જેટલા મકાનો આવેલા છે. આ થેલીઓ ૧૦ કિલો વજન ઉઠાવી શકે તેવી હશે.
(1:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
