News of Wednesday, 5th February 2025
ગુજરાતના ખેડૂતો પર ૧.૪૪ લાખ કરોડનું દેવુ !
સંસદમાં સરકારે આપ્યો જવાબ

નવી દિલ્હી તા. ૫: દેશના સમળધ્ધ રાજ્યોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે, રાજ્યના ખેડૂતો ઉપર દેવાનું જંગી ભારણ છે. ભાજપ સરકાર છેલ્લા ઘણા વર્ષોછી ખેતીનો વળદ્ધિ દર બે આંકડામાં હોવાનો અને ખેડૂતોની સ્થિતિ ઉત્તમ હોવાનો દાવો કરે છે તેમ છતાં રાજ્યના ખેડૂતો વ્યાજના વારસ કેવી રીતે બન્યા તે મોટો સવાલ છે.
ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક અને કોમર્શિયલ બેન્ક સહિતનું કુલ ૧.૪૪ લાખ કરોડ જેટલું દેવુ છે. ત્રણે પ્રકારની બેન્કમાં કુલ ૫૫.૭૭ લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછુ હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે.
રાજ્યમાં વર્ષોથી સિંચાઇ યોજનાઓ હેઠળ ખેડૂતોને પૂરતું પાણી, જરૂરિયાત મુજબ વીજળી અને કળષિ પેદાશોને ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી હોવાના સરકારના દાવા છતાં ખેડૂતોને ભારે દેવું કરવાની ફરજ પડી રહી છે. લોકસભામાં ૩ ફેબ્રુઆરીએ નાણા મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
