News of Wednesday, 5th February 2025
વિશ્વામિત્રીના 24 કિમીના પટમાં મગરોની વસ્તી ગણતરી શરૂ, 25 ટીમો કામે લાગી
વિભાગ દ્વારા ખાનગી એનજીઓને સાથે રાખીને વિશ્વામિત્રીમાં વસવાટ કરી રહેલા મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવા અને તેની સાફ સફાઈ હાથ ધરી છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ વન વિભાગ દ્વારા ખાનગી એનજીઓને સાથે રાખીને આજથી વિશ્વામિત્રીમાં વસવાટ કરી રહેલા મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા નગરી મગરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરનું આશ્રય સ્થાન છે. ગત વર્ષે વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની વિગત પરિસ્થિતિને જોતા આ વર્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીની સાફ-સફાઈ અને તેની પહોળાઈ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
બીજી તરફ વિશ્વામિત્રીમાં વસવાટ કરતાં મગરોને પણ કોઈ હાનિ ન પહોંચે તે માટે સ્થળાંતર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા વન વિભાગ અને ખાનગી એનજીઓના સંયુક્ત ઉપક્રમે મગરોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. જેનો આજથી પ્રારંભ થયો છે. મગરની વસ્તી ગણતરીમાં 230 લોકોને ટીમ બનાવાઈ છે. આ ટીમ વિશ્વામિત્રી નદીના 25 kmના પટ સુધીમાં મગરોની વસ્તી ગણતરી કરશે. 230 લોકોને ટીમને 6 જૂથમાં વહેંચવામાં આવી છે. બે દિવસ વન વિભાગ ગીર ફાઉન્ડેશન સામાજિક વનીકરણ અને ખાનગી NGOના વોલીએન્ટર્સ દ્વારા વસ્તી ગણતરી કરાશે.
ગઈ વખતે છેલ્લા વર્ષ 2015માં મગરની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે 350થી વધુ મગર હોવાનું અનુમાન લગાવાયું હતું. આ વન્યજીવ મગરને નુકસાન ન પહોંચે તે માટે પણ કોર્પોરેશન દ્વારા સ્થળાંતર કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
