<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્‍ટાચાર તરફથી લોકોનું ધ્‍યાન હટાવવા યુ.સી.સી.ની જાહેરાતઃ અમિત ચાવડા

ગુજરાતમાં આદિવાસી, બક્ષીપંચ, જૈન સમાજને મોટી અસર થશે

 (અશ્વિન વ્‍યાસ દ્વારા)  ગાંધીનગર તા. ૫: વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે, વિવિધતામાં એકતાની ભારતની સંસ્‍કળતિ અને પરંપરા રહી છે. આપના દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતથી ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છીએ. આપણે સૌએ સાથે મળી દેશનું નિર્માણ કર્યું છે. દેશમાં, આઝાદ ભારતમાં ટાંકણી પણ નહોતી બનતી એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું યોગદાન છે.

દેશના બંધારણે સૌને સમાનતાનો અધિકાર આપ્‍યો છે. બંધારણે ચોક્કસ સમુદાયો, ધર્મ, જાતિના લોકોને પોતાની ધાર્મિક વિધિઓ, પરંપરાઓ, રીત-રીવાજો, સંસ્‍કળતિ છે એ તમામ બાબત ધ્‍યાનમાં રાખીને વિશેષ છૂટ પણ આપી છે.

 શ્રી અમિત ચાવડાએ જણાવ્‍યું કે ખાસ કરીને આખા ગુજરાતમાં આદિવાસી સમાજ, બક્ષીપંચ સમાજ, જૈન સમાજ અને વિચરતી વિમુક્‍ત જાતિના લોકોને યુ.સી.સી.થી મોટી અસર થવાની છે. યુ.સી.સી.નો કાયદો સેન્‍ટ્રલ ગવર્નમેન્‍ટના લીસ્‍ટમાં છે. રાજ્‍ય સરકારના અધિકાર ક્ષેત્રના બહારની વાત છે. કમિટી બનાવી ૪૫ દિવસમાં રીપોર્ટ આપવાની ભલામણ કરવામાં આવશે એ વાત કરવામાં આવી રહી છે એ મારા માનવા મુજબ રાજ્‍યમાં જીલ્લે જીલ્લે ભારતીય જનતા પાર્ટીની આંતરિક વોર ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીની અલગ-અલગ ગેંગો સામસામે આવી, ખુલીને પત્રો લખી રહી છે, નિવેદનબાજી કરી રહી છે, એમના કળત્‍યોને ખુલ્લા પડી રહી છે એનાથી લોકોનું ધ્‍યાન ભટકાવવાનો પ્રયત્‍ન છે. સાથે સાથે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારી નિષ્‍ફળતાઓ જે વ્‍યાપક બની છે એમાંથી લોકોનું ધ્‍યાન ડાયવટ કરવાનો પ્રયાસ છે.

(12:34 PM IST)