News of Wednesday, 5th February 2025
અમદાવાદની 18 ટ્રેનો 22થી 25 ફેબ્રુઆરી સુધી રદ રહેશે : ટ્રેનો ડાઈવર્ટ કરી દેવાઈ
ભગતકી કોઠી સ્ટેશને ઈજનેરી કામને લઇને બ્લોક લેવાયો

અમદાવાદ : ભગતકી કોઠી સ્ટેશને ઈજનેરી કામને લઇને બ્લોક લેવાયો છે. જેના કારણે તારીખ 22થી 25 ફેબ્રુઆરી દરમિયાન કુલ 18 ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. ચાર ટ્રેનોને આંશિક રદ કરાઈ છે. તેમજ 9 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
જોધપુર-ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ, જોધપુર-દાદર-જોધપુર એક્સપ્રેસ, ભગત કી કોઠી-દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ, જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, ભગત કી કોઠી-ભિલડી-ભગત કી કોઠી ડેમુ, ભગત કી કોઠી-પાલનપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ, જોધપુર-સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
જોધપુર-સાબરમતી, પુણે-ભગત કી કોઠી, બાન્દ્રા ટર્મિનસ-જોધપુર, સાબરમતી-જોધપુર ટ્રેનોને આંશિક રદ કરાઈ છે. જ્યારે કોચુવેલી-શ્રી ગંગાનગર, બિકાનેર-મિરજ, બિકાનેર-બાન્દ્રા ટર્મિનસ, બિકાનેર-યશવંતપુરા, હિસાર-સિકંદરાબાદ, ગાંધીનગર કેપિટલ-જમ્મુતવી-ગાંધીનગર કેપિટલ, લાલગઢ-દાદર-લાલગઢ પરિવર્તિત માર્ગેથી દોડાવાશે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
