<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ભાજપ સરકારના કૌભાંડો ઢાંકવા યુ.સી.સી.ની જાહેરાતઃ મનિષ દોશી

 

રાજકોટ તા. પ :.. મોંઘવારી, બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોસશ્નગ કોન્‍ટ્રાક્‍ટ - ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળ મુદ્દાઓથી ધ્‍યાન ભટકાવવા ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ' અંગે સમિતિ રચના અંગે આક્ષેપ કરી  આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હિંદુ કોડ બિલ લાગુ કરવામાં આવ્‍યું હતું. દેશમાં હજારો જાતિઓ છે જેના માટે હિંદુ પર્સનલ લો, મુસ્‍લિમ પર્સનલ લો, બૌધ્‍ધ પર્સનલ લો, શીખ પર્સનલ લો, જૈન સમાજ લો અને પારસી પર્સનલ લો જેવા  જુદા જુદા કાયદાઓ લાગુ છે પરંતુ તેનું યોગ્‍ય અમલીકરણ કરવામાં આવતુ નથી. પરિવારની વસિયતમાં દિકરીઓનો પણ સમાન સંપત્તીનો કાયદો કોંગ્રેસ પક્ષ લાવી હતી. વર્ષ ૨૦૧૮માં લો-કમીશન, ભારત સરકાર તમામ પાસા ચકાસીને ‘કોમન સીવીલ કોડ' ની દરખાસ્‍ત રીજેક્‍ટ કરી ચુકયું છે. ગુજરાતમાં યુનિફોર્મ સર્વીસકોડની જરૂર છે એટલે ‘સમાન કામ સમાન વેતન'. ગુજરાતને યુનિફોર્મ એજ્‍યુકેશન કોડની જરૂર છે.

 તમામને પરવડે તેવી ફીમાં શિક્ષણનો અધિકાર, ગુજરાતને યુનિફોર્મ હેલ્‍થ કોડની જરૂર છે. એટલે કે તમામને પરવડે તેવી ફીમાં આરોગ્‍ય સેવાનો અધિકાર, ગુજરાતને ભેદભાવ વિના ન્‍યાયનો અધિકાર એટલે કે ભાજપાના ખેસ પહેરનારા માટે એક કાયદો અને ગુજરાતના નાગરિકો માટે બીજો કાયદો, અમીરો માટે એક કાયદો - ગરીબ - સામાન્‍ય વર્ગ માટે બીજો કાયદો ત્‍યારે ગુજરાત અને ગુજરાતીઓને કયારે ભેદભાવ વિના હક્ક-અધિકાર-ન્‍યાય મળશે ? તેનો રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી અને ભાજપા જવાબ આપે.

  ચારેય તરફ ઘેરાયેલી સરકાર હવે યુસીસી લાગુ કરવા સમિતિ જાહેરાત કરી છે. ભાજપાની અંદરોઅંદરની હુંસાતુસી, પરકાષ્ઠાની લડાઈ અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપા સરકારના કાંડ-કૌભાંડને ઢાંકવા યુસીસી કમિટી જાહેરાત કરવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડના બદલે શિક્ષણ - સ્‍વાસ્‍થ્‍ય - સુરક્ષા સહિત ખેડૂત - ખેતી - ગામડાને બચાવવા સરકારે કાયદો બનાવીને અમલવારી કરવી જોઈએ. ત્‍યારે ડો. બાબા સાહેબે શ્રેષ્ઠ બંધારણ આપ્‍યું છે તેનુ પાલન થવુ જોઇએ, દેશની વિવિધતામાં એકતાની ભાવનાને નુકસાન કરતી ભાજપ સરકારની નોટંકીને કોંગ્રેસ પક્ષ સમર્થન આપી શકે નહી. તેમ ડો. મનિષ દોશી જણાવે છે.

(1:17 PM IST)