<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર નહીં, તેનો આનંદ લેતા શીખવાડવું જોઇએ

બોર્ડની પરીક્ષાના ત્રણ મહિના અગાઉથી જ વિધાર્થીઓ મનોચિકિત્‍સકના શરણે મોબાઇલનું વળગણ વિદ્યાર્થી છોડતો નથી, એકાગ્રતા આવતી નથી, વાચેલું ભૂલી જવાનુ નિરાકરણ લાવવા પ્રયાસ

વડોદરા  તા. ૫: બોર્ડની પરીક્ષાનો અભ્‍યાસક્રમ હોય છે જીવનની પાઠશાળામાં અભ્‍યાસક્રમ વિના રોજ પરીક્ષા આપવાની હોય છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની ૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટેનો બોજ વિદ્યાર્થીઓ કરતા વાલીઓ લઇને વધુ ફરતા હોવાથી વાલીઓને હવે શીખ આપવાની જરૂર છે. વિદ્યાર્થીને પરંતુ તેનો આનંદ લેતા પરીક્ષાનો ડર નહી પરંતુ તેનો આનંદ શીખવાડવો જોઈએ તેવુ બોર્ડની પરીક્ષા અગાઉજ ૨૦૦૦ વિદ્યાર્થીઓને વિવિધ થેરાપી અને કાઉન્‍સીલીંગ કરનાર શહેરના મનોચિકિત્‍સક પૂર્વી ભીમાણી જણાવે છે. ધોરણ ૧૦ કે ધોરણ ૧૨ માં આવતા જ વાલીઓ હવે બોર્ડ છે ધ્‍યાન રાખજે નહી તો નાપાસ થઈશ તારી ટયૂશન ફી અને તે સિવાય ખુબજ ખર્ચા થાય છે. અને તારી નહી તો કાંઈ નહી અમારી આબરૂ રાખજે સારા ટકા લાવજે. આ વાતો કરીને પહેલીથીજ ઘરનું વાતાવરણ વાલીઓજ બનાવી દે છે. વિદ્યાર્થીની પ્રીલીમનરી એકઝામ આવતા પહેલા વિદ્યાર્થીના મન ભારે કરીને સોશીયલ પ્રેશર ઉભુ વાલીજ કરી દે છે. આ પ્રે શરમાં વિદ્યાર્થી વાંચવાનુ યાદ રખવાની જગ્‍યાએ ભુલી જાય છે અને એક પ્રકારનો ડર (એનઝાઈટી)તેનામાં ઉભી થઈ જાય છે.આજના વાલીઓનો એક મોટો યક્ષ પ્રશ્ન  મોબાઈલ બની ગયો છે. વાંચતો નથી મોબાઈલ જોયા કરે છે. મનોચિકિત્‍સક પૂર્વી ભીમાની કહે છે. વિદ્યાર્થી એકદમ તેને છોડશે નહી આ માટે વિદ્યાર્થીને એક કલાક વાંચ્‍યા બાદ ૧૫ મિનિટ મોબાઈલ આપો. તેની પાસે એવી આદત પડાવો તે મિત્રો સાથે વાત કરે અને તેમાં પરીક્ષાની વાત કરે આ આદત થી ફાયદો થશે. વિદ્યાર્થી સતત વાંચ્‍યા કરે તેવું ના રાખો વિદ્યાર્થીને સમયાંતરે ઘરનું કામ આપો કે તેની મન ગમતી પ્રવૃતિ કરવાદો.

 વિદ્યાર્થીને એ રીતે તૈયાર કરી કે પરીક્ષા પોતાના પરિચય માટે છે. સતત પ્રયત્‍ન અને મહેનત કરવાનું પરીક્ષા શીખવે છે. સંતાન વાંચતુ હોય ત્‍યારે તેની સામે મોબાઈલ લઈને વાલીએ બેસવુ જોઈએ નહી. સંતાન વાંચતુ હોય ત્‍યારે તેની સામે સારૂ પુસ્‍તક છાપુ લઈને વાંચવા બેસો. મોનીટરીંગ રાખો પરંતુ તેને ટોચીંગ કરશો નહી. સંતાનનુ પરિણામ તમારું વિઝીટીંગ કાર્ડ ના બનાવો વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ કેટલીક બાબતોનું ધ્‍યાન રાખવુ જોઈએ. સંતાનનો મોટીવેટ કરો તને યાદ રહે છે. તારામાં વિશ્વાસ રાખ તેવી પોઝિટિવ વલણ અખત્‍યાર કરો. છ મનોચિકિત્‍સકનું ગ્રુપ શહેરમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓને કલર ઘેરાપી, કોન્‍સનટ્રેશન થેરાપી મ્‍યુઝીક થેરાપી અને થી થેરાપીથી સારવાર આપી રહ્યા છે. દર ગુરૂવારે વિદ્યાર્થીઓનેથેરાપી આપવામાં આવે છે. (૩૮.૧૭)

વિધાભ્‍યાસમાં એકાગ્રતા માટે ધ્‍યાન ખૂબજ ફાયદાકારક

યોગટીયર હરીશ વૈધે જણાવ્‍યુ હતુકે વિધાર્થીઓએ એકાગ્રતા માટે ધ્‍યાન કરવુ જોઇએ તે ખુબજ સરળ છે પલાઠીવાળીને જ્ઞાનમુદ્રામા (અંગુઠો અને ટચલી આંગળી ભેગી રાખવી) બેસીને દ્રષ્ટિ નાકના અગ્રભાગમાં સ્‍થિર કરવા પ્રયત્‍ન કરવો ત્‍યારબાદ નાકમાં જતા શ્વાસ ઠંડા અને બહાર નીકળતા શ્વાસ ગરમ હોય છે તેનો અનુભવ પાંચ મિનિટ સુધીને કરવો આ ઉપરાંત હૃદયના ત્રણ ધબકારા સાંભળ્‍યા પછી ૧૦૦માથી એક બાદ કરવો (ઉધી ગણતરી) તે રીતે એક સુધી જવું આમ ત્રણ વાર કરવાથી પણ વિદ્યાર્થીને વિદ્યાભ્‍યાસમાં એકાગ્રતા અને અનીદ્રામાં પણ ફાયદો થશે.

સ્‍નાયુમાં સંગ્રહાયેલી નકારાત્‍મક લાગણીને દૂર કરવા ઘી થેરાપી

મનુષ્‍ય શરીરના દરેક સ્‍નાયુમાં અલગ અલગ લાગણીઓ સંગ્રહાયેલી હોય છે. ડર થી પીડાતા હોય તે વ્‍યક્‍તિઓને સ્‍વાભાવિક રીતે દાઢીના ભાગે દુઃ ખાવો હોય છે. સતત માનસિક કે શારિરીક શ્રમ કરનારના ખભા દુઃખતા હોય છે. આ સ્‍નાયુના પોઇન્‍ટ પર ઘી લગાડીને પ્રેશર આપીને નકારાત્‍મક લાગણી દુર કરવામાં આવે છે. ઘી બનાવવા માટે માખણમાં કેશર ભેળવીને તેનું ઘીે બનાવાય છે. આ માટે ગાયનું ઘીજ બનાવાય છે તેવુ ભીમાણીએ જણાવ્‍યુ હતુ.

(3:52 PM IST)