News of Wednesday, 5th February 2025
દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ગુરૂકુળ બનશે
સવા મહિનાની ધર્મયાત્રા કરી પરત ફરેલા સંતોનું રાજકોટ ગુરૂકુળમાં સ્વાગત દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ખાતમુહુર્તઃ જીંઝા શહેરમાં હોસ્પિટલ પણ બનાવાશે

સુસ્વાગતમઃ રાજકોટ ગુરૂકુળના વડા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને અન્ય સંૅતો વિદેશની ધર્મયાત્રા કરી ગઇકાલે સાંજે પધારતા રાજકોટ ગુરૂકુળ ખાતે સંતો, હરિભકતો અને વિદ્યાર્થીઓએ તેમનું સ્વાગત કરેલ ગુરૂ મહારાજે ભગવાનની આરતી કરી ભકતોને આર્શીવાદ આપ્યા હતા.
રાજકોટ, તા. પઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થા દ્વારા ગુરૂ મહારાજ શ્રી દેવકળષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, શ્રુતિ પ્રકાશ સ્વામી, ચૈતન્ય સ્વરૂપ સ્વામી, મુનેશ્વર સ્વામી વગેરે સંતોનો આફ્રિકા ખાતે કેન્યા અને યુગાન્ડા દેશમાં સત્સંગ વિચરણ અર્થે એક મહિનો અને સાત દિવસ પધાર્યા હતા. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ગુરૂકુળનું ખાત મુહુર્ત કર્યુ હતું.
જેમાં સાઉથ આફ્રિકાના નાઇરોબી, મોમ્બાસા, મલેન્ડી, કંપાલા, જીંજા વગેરે મુખ્ય શહેરોમાં ગુજરાતના સત્સંગી હરિભક્તો ત્યાંના સ્થાનિક નિવાસીઓને સત્સંગ કથા વાર્તા નો લાભ આપ્યો હતો.
ત્યાંના હરિભક્તો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. યુગાન્ડાના જીંજા શહેર શહેરમાં મગનભાઈ ઠુંમર દ્વારા ૬૩ એકર જમીન સ્વામિનારાયણ ગુરુકુલને અર્પણ કરી. એમાં સાઉથ આફ્રિકા ખંડમાં સૌપ્રથમ ગુરૂકુલ નું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમનું ખાતમુહુર્ત બીજી ફેબ્રુઆરી ૨૦૨૫ ના વસંત પંચમી ના દિવસે પૂજ્ય ગુરુ મહારાજના હસ્તે કરવામાં આવ્યું. આ જમીનમાં યુગાન્ડા માં નમુનારૂપ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ની આધુનિક સુવિધા પુર્ણ ગુરુકુલનું નિર્માણ થવાનું છે. આ ઉપરાંત બે એકર જમીન જીઝા શહેરના મધ્યમાં હોસ્પિટલ માટે અર્પણ કરવામાં આવી હતી, જેમાં અતિ આધુનિક તમામ સુવિધા થી મલ્ટીપેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થશે.
કંપાલામાં યુગાન્ડાના હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર મિસ્ટર ડેવિડ મુંસેવે ખાસ ગુરૂ મહારાજના દર્શન કરી ગુરુકુલના નિર્માણ માટે રાજીપો વ્યક્ત કરી અને પુરતી મદદની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તમારા લાખો અનુયાયીઓમાં મને પણ એક અનુયાયી તરીકે ગણજો.
ઇન્ડિયામાં સામના ગુરુકુળ નું નિર્માણ થવાનું છે દુનિયાનો મીઠા પાણીનું સૌથી મોટું સરોવર વિક્ટોરિયા સરોવર ના કાંઠે છે. જ્યાં હાલ નિર્માણ માટે સંત વલ્લભ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, નંદકિશોર સ્વામી વગેરે સંતો જહેમત ઉઠાવી રહ્યા છે.
ગુરુ મહારાજ અને સંતોનો વિચરણ કાર્યક્રમ પૂરો કરી ગઇકાલે ફરીથી રાજકોટ પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો હરિભક્તોએ ફૂલહાર દ્વારા, તેમજ વિદ્યાર્થીઓએ બેન્ડ દ્વારા સ્વાગત કર્યું હતું.(
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
