News of Wednesday, 5th February 2025
ધીરૂભાઇ અંબાણી સ્કુલ ક્રિકેટ ટુર્ના.માં હીરામણિ શાળા વિજેતા

રાજકોટ તા. પઃ અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે ૮૮.પ ઓવરમાં ૧૦ વિકેટે ર૭૧ રન કર્યા હતાં. જેમાં કથન પટેલે ૧૭૪ બોલમાં ૧૧૪ રન કર્યા હતા અને યક્ષ પટેલે ૩૭ બોલમાં ૩ર રન કર્યા હતાં.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ૩૯.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૧૧૪ રન કર્યા હતાં. જેમાં નીલ પુરાણીએ ૭ ઓવરમાં ર૧ રન આપી ૪ વિકેટ, શિવમ પટેલે ૧૬ ઓવરમાં ૧૭ રન આપીને ર વિકેટ, શિવાંક પટેલે ૭ ઓવરમાં ૬ રન આપીને ર વિકેટ અને જૈનિલ પટેલે ૧.૩ ઓવરમાં ૧૦ રન આપને ર વિકેટ લીધી હતી. અમદાવાદની હીરામણિ સ્કૂલે બીજા દાવમાં ર૮ ઓવરમાં ર વિકેટે ૧૪૦ રન કર્યા હતાં. જેમાં જૈનિલ પટેલે ૭૦ બોલમાં પ૧ રન નોટઆઉટ કર્યા હતા.
આ મેચમાં હીરામણિ સ્કૂલનો પ્રથમ ઇનિંગને આધારે વિજય થયો હતો. આ મેચમાં વિજય થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરૂણ અમીન અને સંસ્થા સી.ઇ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠવ્યા હતા. (
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
