<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

આરટીઆઇનો દુરુપયોગ કરનારા પર પાબંદી લગાડો : ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

કેટલાક લોકો RTI એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ, રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માગે છે

સુરત : આરટીઆઈનો દુરુપયોગ કરી લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાના આક્ષેપ ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યા છે. અરવિંદ રાણાએ પાલિકાના અધિકારીઓની સાઠગાંઠમાં કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો ખાનગી મિલકતોની આર.ટી.આઈ કરી તેના માલિકો પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવતા હોવાના પણ ગંભીર આરોપ મૂક્યા છે. જે અંગે આરટીઆઇનો દુરુપયોગ કરનારા લોકો પર પાબંદી લગાડવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખાનગી મિલકતોની આર.ટી.આઈ આપવા પર પ્રતિબંધ લગાડવામાં આવે તેવી માંગ કરી છે.

 

લોકોને માહિતી માંગવાનો અધિકાર મળી રહે તે માટે આરટીઆઈનો કાયદો અમલમાં છે. જે કાયદા અંતર્ગત કોઈપણ વ્યક્તિ અધિકારી પાસે લેખિતમાં તેનો જવાબ માંગી શકે છે. પરંતુ આ આરટીઆઈના કાયદાનો કેટલાક લોકો દુરુપયોગ કરતા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. આઈ.ટી.આઈ દ્વારા માહિતી માંગી ખાનગી મિલકતોના માલિકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે. આ આક્ષેપો અન્ય કોઈ નહીં પરંતુ સુરત ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યા છે. પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. જે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક આર.ટી.આઈ એક્ટિવિસ્ટો ખાનગી મિલકતો સામે આરટીઆઇ કરે છે.


 

(8:20 PM IST)