<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

વડોદરાના સુભાનપુરામાં વીજ પૉલ પર ચડેલા કોન્ટ્રાક્ટ કર્મીને વીજ કરંટ લાગતા કમકમાટીભર્યું મોત

કર્મચારીને કોઈપણ પ્રકારની સેફ્ટી વિના થાંભલા પર ચડાવી દેતા બન્યો બનાવ

વડોદરા શહેરમાં બીજ કંપનીની ફરી એક વખત ગંભીર બેદરકારી જોવા મળી છે. જેમાં સેફ્ટી વિના કામગીરી કરી રહેલા એક કર્મચારીને વીજ કરંટ લાગતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, શહેરના સુભાનપુરા વિસ્તારમાં જીઇબીની ટીમ મેન્ટેનન્સની સહિતની કામગીરી કરવા માટે પહોંચી હતી. આ સમયે એક કર્મચારી નામે ધર્મેન્દ્ર જયસ્વાલ વીજ થાંભલા ઉપર ચડ્યો હતો. અચાનક તેને કરંટ લાગતા તે ત્યાંનો ત્યાં જ ચોંટી ગયો હતો. જેના કારણે સાથી કર્મચારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

(8:44 PM IST)