News of Wednesday, 5th February 2025
અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ આવતીકાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
ઈમિગ્રેશન વિભાગ દ્વારા તમામે તમામની પુછપરછ : અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓની પોલીસ દ્વારા નોંધણી કરાશે

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ આવતીકાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર આવશે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા ભારતીયોને લઈને યુએસ એરફોર્સનું વિમાન અમૃતસર ઉપર ઉતર્યું હતું. જ્યા ઈમિગ્રેશન વિભાગ દ્વારા તમામે તમામની પુછપરછ કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓની પોલીસ દ્વારા નોંધણી કરવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રવાસીઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસને પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
