News of Wednesday, 5th February 2025
ભાજપે તેના ૧૪ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
CM ભૂપેન્દ્ર પટેલનું નામ પણ શામેલઃઆવનાર ૧૬ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની એટલે કે ગુજરાતમાં ૬૬ જેટલા નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે

ગાંધીનગર,તા.૫
રાજ્યમાં ૩૦ વર્ષથી શાસન ધરાવતી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ અને માસ્ટર મેનેજમેન્ટ સાથે આયોજનબદ્ધ કામગીરી કરે છે. ભાજપ ચૂંટણીલક્ષી કામગીરીમાં કાર્યકર્તાઓને વિવિધ જવાબદારી સોંપવામાં માહેર છે. ભાજપ જ્યારે લોકસભાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય પ્રત્યેક ચૂંટણીને અનુલક્ષીને સ્ટાર પ્રચારકો ગ્રાઉન્ડમાં મોકલતી હોય છેસ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારની કામગીરી તેમના શિરે રહેતી હોય છે. જેમાં આવનાર ૧૬ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની એટલે કે ગુજરાતમાં ૬૬ જેટલા નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે. આ ૬૬ નગરપાલિકાની ચૂંટણી લઈને ભાજપે ૧૪ જેટલા સ્ટાર પ્રચારકો અન્ય યાદી તૈયાર કરી છે.
સ્ટાર પ્રચારકોની યાદી
* મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,
* પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,
* ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ
* કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
* પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજકોટના સાંસદ પરસોતમ રૃપાલા
* ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી
* પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ લોકસભા બેઠકના સાંસદ વિનોદ ચાવડા
* ભાજપના મહામંત્રી રજની પટેલ
* ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ
* રાજ્યસભાના સાંસદ અને ભાજપના ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક
* ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ દીપીકા સરડવા
* પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહીલે
* ધારાસભ્ય ઉદય કાનગડ
* ઠાકોર સમુદાયના અને રાધનપુર બેઠકના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉલ્લેખનીય છે કે, વર્તમાન ત્રણ સાંસદો, બે કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના બે મહામંત્રીઓ, મહિલા મોરચાના અધ્યક્ષ અને યુવા મોરચાના અધ્યક્ષ તેમજ બે ધારાસભ્યોને સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ગ્રાઉન્ડમાં જઈ ભાજપ પ્રચાર-પ્રસારમાં કેટલું જોર અને જોમ દેખાડે છે તે હવે જોવું રહ્યું.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
