News of Wednesday, 5th February 2025
સુરતના વરિયાવ વિસ્તાર ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડી ગયું :ત્રણ કલાકથી ગટરમાં શોધખોળ
ગટરનું પાણી ખેંચી ઓક્સિજન માસ્ક સાથે જવાનો ગટરમાં ઉતર્યા : ફાયર ટીમ દ્વાર 3 કલાકથી પણ વધુ સમયથી સ્ફુબા સેટ અને અન્ડર વોટર કેમેરા સાથે જવાનોએ ગટરમાં ઉતરીને શોધખોળ

સુરતના વરિયાવ વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડી ગયાનો બનાવ બન્યો છે. બાળક માતા સાથે બુધવારી બજાર ગયો હતો. બાળક ગટરમાં પડતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી બાળકનીં શોધખોળ હાથ ધરી હતી. હાલમાં બાળકની શોધખોળ ચાલુ છે.
બુધવારી બજાર માતા સાથે ગયેલો 2 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડ્યા પછી 5 જેટલા ફાયર સ્ટેશન પરથી 12 જેટલી ગાડીઓ સાથે ફાયરના જવાનો બાળકને શોધવા માટે કામે લાગ્યા છે. પરંતુ બાળક ગટરમાં પડ્યાના 3 કલાક વીતી ગયા હોવા છત્તા બાળકની ભાળ મળી નથી.
2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયા પછી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તેમની શોધખોળ હાથ ધરી હતી. ટીમ દ્વાર 3 કલાકથી પણ વધુ સમયથી સ્ફુબા સેટ અને અન્ડર વોટર કેમેરા સાથે જવાનોએ ગટરમાં ઉતરીને શોધખોળ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી બાળકની કોઈ ભાળ મળી નથી.
જ્યારે 2 વર્ષનું બાળક ગટરમાં પડ્યું ત્યારે ગટરમાં 6 ફૂટ જેટલું પાણી હતું. હાલમાં હાલ ગટરનું પાણી ખેંચી ઓક્સિજન માસ્ક સાથે જવાનો ગટરમાં ઉતર્યા છે અને બાળકની શોધ કરી રહ્યા છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
