<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી:પાંચ સક્રિય સભ્યોને સસ્પેન્ડ કરાયા

ભાજપે નગરપાલિકા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કાર્ય

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે મોટી કાર્યવાહી કરી છે. નગરપાલિકા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ આ મામલે મોટી કાર્યવાહી કરી છે જેમાં શહેરમાં ભાજપના પાંચ સક્રિય સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

ઈર્શાદભાઈ હુસેનભાઈ ખાલપા-મંડલ લઘુમતી મોરચા પ્રમુખ,  ૨. રમજાની ફારૂકભાઈ ફોદા,૩. શર્મિષ્ઠાબેન રાજુભાઈ તડવી,૪. મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ,૫. શીલ્પાબેન જગદીશભાઈ દેસાઈ

(10:34 PM IST)