News of Wednesday, 5th February 2025
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતું કોલ સેન્ટર ઝડપાયું:4 લોકોની ધરપકડ
વેજલપુર વિસ્તારની આઝાદ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર: આરોપીએ કરી રહ્યા હતા વિદેશી નાગરિકો પાસે છેતરપિંડી

અમદાવાદના વેજલપુર વિસ્તારની આઝાદ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાલતું કોલ સેન્ટર ઝડપાયું છે. કોલ સેન્ટરને કેસ એડવાન્સ અમેરિકા નામની કંપનીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ચલાવી રહ્યા હતા. પોલીસે બાતમીના આધારે આઝાદ પાર્કમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલું કોલ સેન્ટર ઝટપી પાડ્યું છે. આ સાથે કોલ સેન્ટર ચલાવનાર 4 આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓ કોલ સેન્ટરમાં લોન આપવાની વાત કરી, વિદેશી નાગરિકો પાસેથી લોન પ્રોસેસની ફીસ પેટે જુદા જુદા ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવતા હતા અને તેમાંથી ગિફ્ટ કાર્ડની પ્રોસેસિંગ કરી રોકડામાં રૂપાંતરિત કરતા હતા.
વેજલપુરમાં આરોપીઓ ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકોની છેરપિંડી કરી રહ્યા હતા. પોલીસે આરોપી કલ્પેશ ગર્ગ, આદીલ પઠાણ શાહબાઝ કાયમખાની ,જેદ અન્સારી, શહેઝાદ શેખ નામના આરોપીઓની ધરપકડ કરી છે.
વેજલપુર પોલીસે ગેરકાયદેસર રીતે ચલાવી રહેલા કોલ સેન્ટરમાંથી 4 આરોપીઓની ધરપકડ કરીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
