<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ગાંધીનગર છત્રાલ GIDCમાં ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી : વીજ પુરવઠો બંધ કરાયો

કલોલ, કડી, માણસા ફાયર બ્રિગેડની ટિમો સ્થળ પર પહોંચી: ગાંધીનગરથી ફાયર બ્રિગેડની ટિમને પણ બોલાવવાની ફરજ પડી: કલોલ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી

ગાંધીનગર છત્રાલ GIDCમાં ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ આગી છે. કલોલ, કડી, માણસા ફાયર બ્રિગેડની ટિમો સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

   ગાંધીનગરથી ફાયર બ્રિગેડની ટિમને પણ બોલાવવાની ફરજ પડી છે. GIDCનો પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. કલોલ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. સાવચેતીના ભાગરૂપે વાહનોની અવરજવરના રસ્તા પણ બંધ કરાયા છે.

(12:22 AM IST)