News of Thursday, 6th February 2025
સચિન, લારા, કાલીસ જેવા લિજેન્ડ ક્રિકેટરો વડોદરા આવશે:કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની છ મેચો યોજાશે
આઈએમએલ ટુર્નામેન્ટ 22 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાશે:શરૂઆત નવી મુંબઈના ડી.વાય.પાટિલ સ્ટેડિયમમાં ઇન્ડિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચેની મેચથી થશે.

વડોદરા ;ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચો વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. બરોડા ક્રિકેટ એસોસિએશને આજે તેની સત્તાવાર જાહેરાત કરી છે. આઈએમએલ ટુર્નામેન્ટ 22 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાશે. જેની શરૂઆત નવી મુંબઈના ડી.વાય.પાટિલ સ્ટેડિયમમાં ઇન્ડિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચેની મેચથી થશે. જ્યારે વડોદરામાં પ્રથમ મેચ 28 ફેબ્રુઆરીના રોજ રમાશે.
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઈયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચો યોજાશે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે.
બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, અમે વડોદરામાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું સ્વાગત કરવા ઉત્સુક છીએ. બીસીએ સ્ટેડિયમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ક્રિકેટ જગતના મોટા રમતવીરો પૈકી આ લીગ રમી રહેલા મહાન ખેલાડીઓને આવકારવા બીસીએ સંપૂર્ણપણે તૈયાર છે. વડોદરા અને ગુજરાતના ચાહકો અદભૂત લીગ માટે તૈયાર છે કારણ કે માસ્ટર્સ ફરી એકવાર મેદાનમાં ઉતરશે અને દર્શકોને તેમની તેજસ્વીતાથી મંત્રમુગ્ધ કરશે. નવી મુંબઈમાં પાંચ મેચો પછી, આઈએમએલ વડોદરા આવશે, ત્યારબાદ મેચ રાયપુરમાં રમાશે. રાયપુરમાં સેમી ફાઈનલ અને ફાઈનલની પણ ખેલાશે
પ્રણવ અમીને વધુમાં જણાવ્યું હતું કે, આગામી 22 ફેબ્રુઆરીથી ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થવાની છે. જેની છ મેચ વડોદરામાં રમાશે. જેની પ્રથમ મેચ વડોદરામાં 28 ફેબ્રુઆરીના રોજ રમવાની છે. જેમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, કેવિન પીટરસન, ક્રિસ ગેલ, સેન વોટ્સન, કુમાર સંગાકારા, યુવરાજસિંગ, સુરેશ રૈના, જાડેજા અને વડોદરાના પઠાણ બંધુઓ સહિતના ક્રિકેટર્સ રમતા જોવા મળશે. વડોદરાના લોકોને ક્રિકેટના લિજેન્ડ ણાતા પ્લેયર્સ ટી-20 રમતા જેવા મળશે. વડોદરાના કોટંબી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સતત મેચો મળી રહી છે, જેથી અમને પ્રાઉડફીલ થઈ રહ્યું છે અને સતત મેચો મળવાને કારણે વડોદરાના ટુરિઝમને પણ વેગ મળશે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
