તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
આગામી દિવસોમાં ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડી વધશે : હવામાન વિભાગ
ફેબ્રુઆરીમાં ઠંડી ઘટે છે પરંતુ આ વખતે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો

અમદાવાદ, તા. ૬ : ગુજરાતમાં સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ઠંડીમાં ઘટાડો થવા લાગે છે. પરંતુ, આ વખતે આ મહિનામાં ઠંડીનો નવો એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. થોડા દિવસની રાહત પછી લોકો ફરી એક વખત સ્વેટર પહેરેલા જોવા મળી રહ્યા છે. ઠંડા પવનો ફુંકાવાને કારણે ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે જાણો આજે રાજ્યમાં હવામાન કેવું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આદે રાજ્યમાં હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે. પરંતુ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાનમાં અચાનક થયેલા બદલાવે ઠંડીમાં વધારો કરી દીધો છે. આગામી સમયમાં ઠંડા પવનો ફુંકાવાને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.
રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી. હવામાનમાં ભેજ ૪૫% રહેવાની સંભાવના છે અને ૧૧ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાઈ શકે છે. હવામાનમાં ભેજને કારણે ઠંડી વધવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં ૧૪.૩, રાજકોટમાં ૧૦.૭, અમરેલીમાં ૧૪.૧, ડીસામાં ૧૧.૧, વડોદરામાં ૧૩.૮, સુરતમાં ૧૬.૬ , ભુજમાં ૧૩.૪, નલિયામાં ૮.૬, કંડલા બંદરમાં ૧૬.૦, ભાવનગરમાં ૧૩.૯, દ્વારકામાં ૧૬.૭, ઓખામાં ૧૯.૪, પોરબંદરમાં ૧૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
