તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
રેશનકાર્ડવાળાને હવે તુવેરદાળ મેળવવામાં મુશ્કેલી નહિં પડેઃ રાજય સરકાર જ ખરીદીને વિતરણ કરશે
નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇની અકિલા સાથે વાતચીત લાભાર્થીને ચણા અને તુવેરદાળ કિલોના પેકીંગમાં અપાશે

રાજકોટ તા. ૬: રાજયમાં ખાદ્ય સુરક્ષાના કાયદા હેઠળ અનાજ-કઠોળ મેળવતા રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ મેળવવામાં પડતી મુશ્કેલીને નિવારવા રાજય સરકારે પોતે જ ખરીદી કરીને વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર તરફથી આ વખતે પૂરતી તુવેરદાળ ન મળતા લાભાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો રાજય સરકારે તુવેરદાળ ખરીદવા માટે કેન્દ્ર સરકારની મંજુરી મેળવી લીધી છે. હાલ દાળ અને ચણા છુટ્ટા આપવામાં આવે છે તેના બદલે એક-એક કિલોના પેકીંગમાં આપવામાં આવશે.
રાજયના નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે રાજય સરકારે તુવેરદાળની ખરીદી માટે કેન્દ્રની મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. હાલ બે મહિનાની જરૂરિયાત જેટલો જથ્થો ખરીદવામાં આવશે. કેન્દ્ર તરફથી જથ્થો મોડો કે ઓછો મળે ત્યારે વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ જળવાઇ રહે તે માટે રાજય સરકાર જ તુવેરદાળની ખરીદી કરીને રેશનકાર્ડ ધારકોને વિતરણની વ્યવસ્થા કરશે. રાજયમાં ખાદ્ય સુરક્ષાના કાયદા હેઠળ ૬પ લાખ જેટલા રેશનકાર્ડ ધારક પરિવાર નોંધાયેલ છે તેને આ લાભ મળી શકશે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
