તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
ધો.૧૦-૧૨ની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજવા શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન
ધો.૧૦માં ૮, ૯૨, ૮૮૨, ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૨૩,૯૦૯, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧,૧૧,૩૮૪ પરીક્ષાર્થીઓ - વિવિધ સ્તરે તૈયારીનો ધમધમાટ

રાજકોટ,તા.૬: વિદાય લેતા શિયાળા બાદ ગરમીની સીઝન શરૂ થઇ રહી છે. તેની સાથે જ પરીક્ષાની મોસમ પણ ખીલશે ધો. ૧૦-૧૨ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આજે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઇ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાઇ અને મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષણબોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા અતંગર્ત કેટલીક સુચનાઓ આપવામાં આવી છે. જેમાં પરીક્ષા સ્થળ સંચાલક, સ્કોર્ડ, પરીક્ષા કેન્દ્રો, પોલીસ સહિત અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પરીક્ષા સમિતિની રચના કરવાની અને તેમા અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય, જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતનાની સેવા લેવામાં આવશે.
ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા પુર્વે ૧ દિવસ અગાઉ સવારે ૭ થી રાત્રે ૮ સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે.
આગામી મુખ્ય પરીક્ષા- ૨૦૨૫ની પરીક્ષાના સુચરુ સંચાલન માટે સમગ્ર રાજયમાં SSCE માટે કુલ ૮૭ ઝોન અને SSCE માટે કુલ-૫૯ ઝોનની રચના કરવામાં આવેલ છે. જયારે એસએસઇ માટે કુલ ૯૮૯ કેન્દ્રો અને એચએસઇ માટે કુલ ૬૭૨ કેન્દ્રા જેમાંથી સામાન્ય પ્રવાહના ૫૨૦ કેન્દ્રો અને વિજ્ઞાનપ્રવાહના ૧૫૨ કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.
આગામી મુખ્ય પરિક્ષા- ૨૦૨૫માં SSCE માટે નોંધાયેલા કુલ પરીક્ષાર્થીઓ ૮૯,૨૮૮૨ છે તે પૈકી ૭૬,૨૪૯૫ નિયમિત પરીક્ષાર્થી ૧૫,૫૪૮ ખાનગી પરીક્ષાર્થી ૮૨,૧૩૨ રિપીટર પરીક્ષાર્થી ૪,૨૯૩ ખાનગી રિપીટર પરિક્ષાર્થી અને ૨૮,૪૧૪ પૃથ્થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થીઓ છે, ઉકત પરીક્ષાર્થી પૈકી ૪૨૮૫ પરીક્ષાર્થીઓ દિવ્યાંગ તરીકે નોંધાયેલ છે.
એચએસસીઇ સામાન્ય પ્રવાહ માટે નોંધાયેલા કુલ પરિક્ષાર્થીઓ ૪,૨૩,૯૦૯ છે. તે પૈકી ૩,૬૪,૮૫૯ નિયમિત પરીક્ષાર્થીઓ ,૨૪,૦૬૧ ખાનગી પરીક્ષાર્થી ૨૨,૬૫૨ રિપીટર ,૮૩૦૬ ખાનગી રિપીટર અને ૪૦૩૧ પૃથ્થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થી નોંધાયેલ છે.
એચએસીઇ વિજ્ઞાનપ્રવાહ માટે નોંધાાયેલ છે. ઉકત પરીક્ષાર્થીઓ ૧,૧૧,૩૮૪ છે. તે પૈકી ૧,૦૦,૮૧૩ નિયમિત પરિક્ષાર્થી ૧૦,૪૭૬ રિપીટર પરીક્ષાર્થી અને ૯૫ પૃથ્થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થી છે. ઉકત પરીક્ષાર્થી પૈકી ૧૪૪ પરીક્ષાર્થીઓ દિવ્યાંગ તરીકે નોંધાયેલ છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
