<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

ગબ્બરની ફરતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી માઈભક્તોને એક જ સ્થળે એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળી શકે

અંબાજી: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં તા.૯થી૧૧ ફેબ્રુઆરી ત્રણ દિવસ માટે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. વર્ષોથી માઈભક્તો આસ્થા અને શ્રદ્ધાથી અંબાજીમાં દર્શન કરવા આવતા હોય છે અને ગબ્બર પર જ્યોતના દર્શન કરતા હોય છે. ગબ્બરની ફરતે ૫૧ શક્તિપીઠ નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી માઈભક્તોને એક જ સ્થળે એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શન નો લાભ મળી રહે. અંબાજી મંદિર નજીક ગબ્બર સુધી જવા માટે મીની બસની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમા મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ યોજાનાર છે.

(6:53 PM IST)