News of Thursday, 6th February 2025
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪માં સુધારા થશે
સરકારે સમિતિની કરી રચનાઃઆ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે કલમ-૫૩ હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ઘડવામાં આવ્યો હતો

ગાંધીનગર,તા.૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની રચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૩ હેઠળ કરવામાં આવ્યો છે. આ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે કલમ-૫૩ હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ઘડવામાં આવ્યો હતો. જોકે, તેમાં જરૃર જણાયે વખતો-વખત સુધારો પણ કરવામાં આવ્યો હતો. તેમા છતાં ઘણીબધી જોગવાઈઓની સ્પષ્ટતા ન હોવાના કારણે નામદાર હાઈકોર્ટ તેમજ ટ્રીબ્યુનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી તેમજ બિનજરૃરી ગૂંચવણ ઉભી થતી હતી. આ ગૂંચવણના કારણે કેસનો સમયસર નિકાલ નહતો થતો અને સરકાર પક્ષે નાણાંકીય ભારણ વધતું. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવા માટે સમિતિની રચના કરવાની જરૃરત જણાઈ છે.
આ પણ વાંચોઃ યુવતીની છેડતી બાદ ઠપકો આપવા ગયેલા પિતાની હત્યાના કેસમાં યુવકને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪માં સુધારો કરવા માટે અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્થાને નીચે મુજબના સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
સમિતિની કાર્ય સંબંધિત શરતોઃ
* સમિતિનું મુખ્ય મથક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા અધ્યક્ષ નક્કી કરે તે મુજબનું રહેશે.
* સમિતિની બેઠકનું આયોજન દર ૧૪ દિવસે કરવાનું રહેશે.
* સમિતિએ તેનો અહેવાલ ત્રણ માસના સમયગાળા સુધીમાં સરકારને રજૂ કરવાનો રહેશે.
* સમિતિ ઈચ્છા અનુસાર અથવા જરૃર જણાયે આમંત્રિત સભ્યોને બોલાવી શકશે અને આમંત્રિત સભ્યોના અભિપ્રાય લઈ શકાશે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
