<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ભરૂચમાં રેતી ભરેલી ટ્રકના ચાલકે કારને અડફેટમાં લેતાં કાર 20થી 25 ફૂટ ઘસડાઈ :કાર ચાલકનો આબાદ બચાવ

લોકોએ ટ્રક ચાલક નશામાં હોવાનો આરોપ કરી મેથીપાક ચખાડયો

ભરૂચમાં રેતી ભરેલી ટ્રકના ચાલકે કારને અડફેટમાં લેતાં કાર 20થી 25 ફૂટ ઘસડાઈ હતી. જોકે સદ્દનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. લોકો ટ્રક ચાલક નશામાં હોવાનો આરોપ કરી મેથીપાક ચખાડયો હતો. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુક્લતીર્થ ગામ નજીક માલસામાન ભરેલ ટ્રકની ભારે દોડધામ રહેવા સાથે ટ્રકચાલકો બેફામ બની વાહનો ચલાવતા હોવાની ફરીયાદો ઉઠતી રહે છે.

ટ્રકના ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી ભરુચથી નિકોરા જતાં દિલીપસિંહ રાજની કારને અડફેટે લઈ 20થી 25 ફુટ સુધી ઘસડી ગયો હતો. જોકે દિલીપ સિંહનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રક ચાલક નશામાં હોવાનો અને ઓવર લોડ ટ્રક  હોવાના આક્ષેપ સાથે તેને મેથીપાક ચખાડ્યો હતો.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે, આ વિસ્તારમાં રેતી ખનન સાથે જોડાયેલા લોકોથી સ્થાનિકો ત્રસ્ત થવાની સમયાંતરે બુમો ઊઠતી રહે છે. ત્યારે તંત્ર આવા બેજવાબદાર ચાલકો અને તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરે તે આવશ્યક છે.

(10:28 PM IST)