<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

ડો.રામ રતન નાલાની બઢતી સાથે બદલીઃ જુનાગઢ ખાતે થયું પોસ્‍ટીંગ

હાલ વલસાડ ખાતે ફરજ બજાવે છે

રાજકોટ, તા.૭: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગે તેના અધિકારીઓની બદલી અને બઢતીની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોકપ્રિય અધિકારી ડો.રામ રતન નાલા ફરીથી જુનાગઢ મૂકવામાં આવ્‍યા છે.

રાજ્‍ય સરકારે હાલ વલસાડ ખાતે ડે. કર્ન્‍જવેટરની પોસ્‍ટ પર ફરજ બજાવતા ડો.રામ રતન નાલાને પ્રમોશન આપી તેમને જુનાગઢ વાઈલ્‍ડ લાઈફ સર્કલ જુનાગઢ ખાતે કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ તરીકે મૂકવામાં આવ્‍યા છે.

અત્રે એ નોંધનીય છે કે ડો.નાલાએ અગાઉ જુનાગઢ રેન્‍જમાં સફળ કામગીરી બજાવી હતી. સિંહોમાં જ્‍યારે રોગચાળો ફેલાયો હતો, ત્‍યારે તેમણે દિવસ-રાત એક કરી વનરાજાની સેવા કરી હતી. જેની ઉપલા લેવલે નોંધ પણ લેવાઈ હતી. તેમની ફરી જુનાગઢ ખાતે બઢતી સાથે બદલી થતાં તેમની આવડત અને કૌશલ્‍યનો લાભ મળશે.

(4:06 PM IST)