<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

વડોદરા હરણી બોટ દુર્ઘટના કાંડ મામલે વડોદરા નાયબ કલેક્ટરે વળતર અંગે હાઇકોર્ટનાં આદેશ મુજબ હુકમ કર્યો

ભોગ બનનાર બાળકનાં પરિવારજન દીઠ રૂપિયા 31.75 લાખ ચુકવવા આદેશ: બે મૃતક શિક્ષિકાઓને 27.89 લાખ ચુકવવાનો હુકમ

વડોદરા હરણી બોટ દુર્ઘટના કાંડ મામલે વડોદરા નાયબ કલેક્ટરે, વળતર અંગે હાઇકોર્ટનાં આદેશ મુજબ હુકમ કર્યો છે. બોટકાંડનાં મૃતકોનાં પરિવારજનોને વળતરની રકમ કેટલી આપવી તે નક્કી થયું છે. ભોગ બનનાર બાળકનાં પરિવારજન દીઠ  રૂપિયા 31.75 લાખ ચુકવવા આદેશ કરાયો છે. જ્યારે બે મૃતક શિક્ષિકાઓને  27.89 લાખ ચુકવવાનો હુકમ કર્યો છે. બે ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂ.વળતર ચુકવવા આદેશ કર્યો છે. વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા હુકમ કરાયો છે.

(6:23 PM IST)