News of Friday, 7th February 2025
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં 5670 પાનાંની ચાર્જશીટ દાખલ
કુલ 9 આરોપીઓની ધરપકડ કરાઈ જે પૈકી 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ: અત્યાર સુધી કુલ 105 વ્યક્તિઓની પૂછપરછ

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ મામલે, ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ કુખ્યાત પ્રકરણમાં 5670 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. જે પૈકી 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. અત્યાર સુધી કુલ 105 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે
બી એન એસ એસ 183 (જૂનું CRPC-164) મુજબ કુલ 7 સાક્ષીઓના નિવેદન પણ લેવાયા છે. 19 ઇલેક્ટ્રોનિક પુરાવા, 36 ફાઈલો અને 11 રજીસ્ટર કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કુલ 34 બેંક ખાતાની માહિતી મેળવાઈ હતી.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
