<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

પાટીદાર સામેના કેસ પરત ખેંચવા બદલ વિશ્વ ઉમિયાધામના પ્રમુખે આભાર માન્યો

આર.પી. પટેલે કહ્યું -એક મહિનાની અંદર તમામ કેસ પરત ખેંચવાની જાહેરાત કરીને મુખ્યમંત્રીએ તેમનું વચન પાળ્યું

અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે સરકારી સંપતીને નુકસાન પહોંચાડવા બદલ પટેલ સમાજના અનેક યુવકો વિરુદ્ધ કેસ નોંધ્યા હતા. જેમાં કેટલાક વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે હવે સરકારે 14 કેસ પૈકી 9 કેસ પરત ખેંચી લીધા છે. સરકારના આ નિર્ણયને પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓ તેમજ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા વધાવવામાં આવી રહ્યો છે. એવામાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

આર.પી. પટેલે પણ સરકારનો અભાર માનતા જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનામત આંદોલન સમયના પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જાહેરાત કરી, તે ખરેખર આવકારદાયક છે. આ સંદર્ભે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉપરાંત સમગ્ર પાટીદાર સમાજ મુખ્યમંત્રીનો આભાર માને છે.

મુખ્યમંત્રીએ તાત્કાલિક પોતાના સેક્રેટરીને જેટલા કેસ પેન્ડિંગ હોય, તેનું લિસ્ટ બનાવવાની સૂચના આપી હતી. આજે એક મહિનાની અંદર તમામ કેસ પરત ખેંચવાની જાહેરાત કરીને મુખ્યમંત્રીએ તેમનું વચન પાળ્યું છે.

સરકાર દ્વારા જે કેસ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે, તે પૈકી જે કેસ કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસ અંતર્ગત તેનું એફિડેવિટ કોર્ટમાં રજૂ થાય. જેથી કોર્ટમાંથી પણ આ કેસ પરત ખેંચાઈ જાય.

હવે પછી અનામત આંદોલનને લઈને કોઈ પણ પોલીસ કેસ પેન્ડિંગ હોય, તો તેને વિશ્વ ઉમિયાની ઑફિસના ધ્યાને લાવો. જેથી સરકારને રજૂઆત કરીને તેનો અંત લાવી શકીએ.

 

(7:11 PM IST)