News of Friday, 7th February 2025
દાહોદમાં ચાર માસની માસૂમ બાળકીને ડામ દેવા બદલ નોંધાયો ગુનો:પોલીસે ભુવાને કર્યા રાઉન્ડઅપ
પોલીસ દ્વારા ભારતીય ન્યાય સહિતા અને ચાઈલ્ડ પ્રોટેક્શન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

દાહોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં ચાર માસની બાળકીને ડામ આપવાને મામલો પોલીસે ડામ આપનાર ભુવાને રાઉન્ડઅપ કર્યા છે. આરોપી ભગાભાઇ દલા ભાઈને રાઉન્ડ અપ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સહિતા અને ચાઈલ્ડ પ્રોટેક્શન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
આદિવાસીની બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાનું ભૂત હજુ પણ ધુણી રહ્યું છે. સમયાંતરે અંધશ્રદ્ધાના વિવિધ બનાવો બહાર આવતા રહે છે, જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓ જ ભોગ બનતા હોય છે. આવો જ એક કિસ્સો ફરીતી બહાર આવ્યો છે. જેમાં માત્ર 4 મહિનાની માસૂમ ભોગ બની છે.
ગરબાડા તાલુકાના હિમલા ગામે એક પરિવારની 4 મહિનાની માસૂમ બાળકીને તાવ, શરદી, ખાંસી તેમજ ન્યૂમોનિયાની બીમારી થતાં પરિવારજનો બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જાવાને બદલે ગામના એક ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ 4 મહિનાની બાળકીને વળગાડ હોવાનું કહીને લોખંડના સળિયા ગરમ કર્યા અને પરિવારજનોની સામે જ માસૂમને છાતીના ભાગે ગરમ ગરમ ડામ દેતાં બાળકી ચીસો પાડવા લાગી હતી.
બાળકી કારમી ચીસો પાડી રહી હતી ત્યારે ભુવા કે પરિવારજનોનું હૃદય પીગળ્યું નહોતું અને વધુ ડામ આપ્યા હતા. છાતી અને પેટની આસપાસ વધુ ડામ આપવાને કારણે બાળકીની તબિયત બગડતાં પરિવારજનો હેબતાઈ ગયા હતા. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સાવાર માટે લઈ ગયા હતા. બાળકીને તરત જ સારવાર મળતા તેની તબિયતમાં સુધારો થયો હતો.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
