<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થયો :વાહનોની લાંબી લાંબી કતાર લાગી

વાલીયા ચોકડીથી આમલાખાડીનો બ્રિજ સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ફરી ટ્રાફિક જામ થયો છે. હાઇવે પર 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી કતાર લાગી જવા પામી છે. ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે. 

  વાલીયા ચોકડીથી આમલાખાડીનો બ્રિજ સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાહન ચાલકો દરરોજની ટ્રાફિક જામની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે

(9:52 PM IST)