News of Friday, 7th February 2025
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે સેવાનું સમારકામ કરવાનુ હોવાથી 17મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી બંધ રહેશે
સમારકામ સંપન્ન થતા જ 2 માર્ચથી રાબેતામુજબ સેવાનો પ્રારંભ થશે.

પંચમહાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે સેવાનું સમારકામ કરવાનુ હોવાથી બંધ કરવામાં આવશે. પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વે સેવા 17મી ફેબ્રુઆરીથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. આગામી 17 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. રોપ વે સમારકામ માટે 13 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. સમારકામ સંપન્ન થતા જ 2 માર્ચથી રાબેતામુજબ સેવાનો પ્રારંભ થશે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
