News of Friday, 7th February 2025
વડોદરા હરણી બૉટ દુર્ઘટનામાં વળતર જાહેર : મૃતક 12 બાળકના પરિવારને 31 લાખ મળશે
મૃતક દીઠ 5 કરોડ અને ઈજાગ્રસ્ત દીઠ 50 લાખની માંગણી કરાઈ હતી, પીડિત પરિવારના એડવોકેટે વળતરને અસંતોષજનક ગણાવ્યું

વડોદરા હરણી બોટકાંડ મામલે આજે વળતરની જાહેરાત કરવામાં આવી છે જોકે પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાએ આ વળતરને અસંતોષકારક ગણાવી મૃતક દીઠ પાંચ કરોડ અને ઈજાગ્રસ્ત દીઠ 50 લાખની માંગણી કરી હતી. જ્યારે આ વળતરના ચુકાદામાં માત્ર કોટિયા પ્રોજેક્ટને જવાબદાર માનવામાં આવ્યા છે તેનાથી નાખુશ હોવાનું જણાવ્યું છે.
હરણી બોટ કાંડમાં પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું છે કે એક વર્ષ પહેલા હરણી બોટ કાંડના પીડિતો ઝઝૂમી રહ્યા હતા તેમાં એક આશાના કિરણ સ્વરૂપનો એક આજે જે નિર્ણય નાયબ કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે. તેવામાં નાયબ કલેકટર ના ચુકાદા મુજબ 12 બાળકોને જે રકમ ચૂકવવાની છે.
કોટિયા પ્રોજેક્ટએ એમાં 31,75,900 એટલે આશરે 32 લાખ જેટલી રકમ દરેક બાળકને અને સાથે સાથે જે મૃતક શિક્ષિકાઓ છે તે પૈકી છાયાબેન સુરતી ના પરિવાર ને વળતર સ્વરૂપે આશરે 12 લાખ જેટલી રકમ અને ફાલ્ગુની બેન પટેલને એમના પરિવારજન ને જે રકમ ચૂકવવાની છે. એ આશરે 17 લાખ જેટલી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. જ્યારે જે બચી ગયેલા ઇજાગ્રસ્ત છે, તેમને 50 50 હજાર રૂપિયા વળતર સ્વરૂપે જેનો આજે ચુકાદો આપ્યો છે.
એ ચુકાદો આવકારવા લાયક, પરંતુ સંતોષકારક નથી કારણ કે આજના ચુકાદામાં ફક્ત કોટિયા પ્રોજેક્ટને જ જવાબદાર માનીને જ ચુકાદો આપવામાં આવેલો છે. જો કે આ મામલે ડૉ. વિનોદ રાવ સાથેના સરકારી અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરેલો, જેની પુરાવા સાથે રજૂઆત કરી હતી. આ સાથે જ વડોદરા મહાનગર સેવા સદન કે જે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો, આ કોટિયા પ્રોજેક્ટને આપવા માટે પ્રોજેક્ટ અને ત્યારબાદ સ્કૂલ કે જેણે ગેરકાયદેસર પ્રવાસનું આયોજન કર્યું. એટલે આ તમામની જવાબદારી હતી અને એટલે જ વળતરની જે રકમ છે એમાં મૃતક દીઠ પાંચ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલ હતી અને જે ઈજાગ્રસ્ત છે, તેઓને 50 લાખ રૂપિયા મળવા પાત્ર છે. એ પ્રકારની માંગણી કરેલી.
જો કે હાલ જે નિર્ણય લેવાયો છે. એ નિર્ણય ફક્ત કોટિયા પ્રોજેકટને કારણે લેવાયો છે. એ પૂરતો જ લેવાયો છે. આખરી નિર્ણય નામદાર ગુજરાત હાઇકોર્ટ લેશે. આવનાર દિવસોમાં અમે નામદાર ગુજરાત હાઇકોર્ટ જે રજૂઆતો નાયબ કલેકટર સમક્ષ કરેલી એ જ રજૂઆત ગુજરાત નામદાર હાઇકોર્ટ સમક્ષ કરીને વળતરની રકમમાં વધુને વધુ રકમ વળતર તરીકે મળે એ પ્રકારની રજૂઆત રહેશે
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
