તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 8th February 2025
વડોદરા રેન્જ વડા સંદીપસિહનાં નિર્ણયથી રાજ્યભરના અપરાધીઓ સાવધાન પોઝીશનમાં આ માટે આવી ગયા
શરતી જામીન પર છૂટેલા અપરાધીઓ પોલીસ મથકમાં હાજરી આપવાની વાતની એસિતેસી કરતા જામીન રદ કરાવવા અભિયાન શરૂઃ વાયરલ કિસ્સાની ભીતરી વાત એસપી રોહન આનંદે રેન્જ વડાનું ધ્યાન દોર્યું, dysp આકાશ પટેલના માર્ગદર્શનમાં પીઆઇ જયદીપ બારોટ ટીમની કાબીલેદાદ કાર્યવાહી

રાજકોટ તા. ૮:.. ભરૂચ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં જિલ્લા પોલિસ વડા તરીકે યશસ્વી ફરજ બજાવી લોકોમાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવનાર વડોદરા રેન્જ આઇજી સંદિપસિહ લોકો સાથે ખૂબ માયાળુ વર્તન રાખે છે.
અપરાધી ગમે તેઓ વગદાર તાકાતવર હોય પણ તે પોલીસના કન્ટ્રોલમાં ન હોય તો લોકો હેરાન થાય એવું સત્ય ખૂબ સારી રીતે સમજતા હોવાથી પોતાના તમામ એસપીઓ સહિતનો સ્ટાફ આજ રણનીતિ અપનાવે તે માટે ખૂબ આગ્રહી હોય છે.
કોઈ આરોપીઓને જયારે શરતી જામીન મળે ત્યારે તેમણે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી ફરજિયાત હોય છે, પણ ઘણી વખત આરોપીઓ પોતાની અનુકૂળતા મુજબ વર્તતા હોય છે. વડોદરા જિલ્લામાં આવા કિસ્સા અંગે વડોદરા એસપી રોહન આનંદ દ્વારા આવું ધ્યાન દોરવામાં આવતા જ આઇજી સંદીપસિહ દ્વારા આવા લોકોના જામીન અદાલતમાંથી રદ કરાવવા કરેલ કાર્યવાહીને સફળતા મળતા રાજ્યભરના આ પ્રકારના અપરાધીઓમાં ફફડાટ પેસી જવા સાથે સમયસર પોલીસ મથકમાં હાજરી પુરાવી તેવો લાકડીઓ મેસેજ વાયરલ થયેલ છે. ડભોઈ પોલિસના નાયબ અધ્યક્ષ આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ જરોદ પોલીસ મથકના પીઆઇ જયદીપ બારોટ ટીમ દ્વારા આ કાર્યવાહી થયેલ. જેમના જામીન રદ થયા તેમના નામ શેલેસભાઈ ચૌહાણ અને અલ્પેશભાઈ ચૌહાણ હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
